________________
૨૪૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
હોતો જ નથી, ઓછામાં ઓછા બે શરીર - તેજસ અને કાર્યણ તો હોય જ છે. વધારેમાં વધારે કોઈ કોઈ મનુષ્યો પાસે પાંચ શરીર હોઈ શકે છે. શરીર એ પુણ્યયોગે પ્રાપ્ત થતાં પુદ્ગલોની દેન છે.
શ્રી પન્નવણા સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, રાજવાર્તિક, કર્મગ્રંથ, ધવલા, સર્વાર્થસિદ્ધિ, ષટ્યુંડાગમ વગેરેમાં શરીર વિશે ખૂબજ સુંદર વિચારણાઓ રજૂ થઈ છે. જેનો સાર નીચે મુજબ છે.
શરીરની વ્યાખ્યા
૧) શીયતે યક્ તત્ શરીરમ્ જે ક્ષણે ક્ષણે ક્ષીણ થાય તે શરીર.
૨) જે આત્મપ્રદેશને રોકીને રહે તે શરીર.
૩) જે વિશેષ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થઈને ‘શીર્યન્તે’ અર્થાત ગળે છે તે શરીર છે. ૪) શરીર, શીલ અને સ્વભાવ એકાર્થવાચી શબ્દ છે.... અનંતાનંત પુદ્ગલોના સમવાયનું નામ શરીર છે.
૫) શરીર છોડથંઃ સ્વરુપમ્ શરીર શબ્દનો અર્થ સ્વરૂપ છે.
૬) સુખ અને દુઃખના ઉપભોગનું જે સાધન છે તે શરીર.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં બતાવ્યા પ્રમાણે
‘શરીર પાંચ પ્રકારના છે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ.’ ૧) ઔદારિક શરીર :
ઉદાર અર્થાત્ જે પ્રધાન હોય તે જ ઔદારિક કહેવાય છે. અહીં વિનયાદિગણમાં પરિગણિત હોવાથી ફળ પ્રત્યય થઇને ઔદારિક શબ્દ નિષ્પન્ન થયો છે. તીર્થંકર તેમ જ ગણધરોને આ શરીર હોય છે. તે મોક્ષ અપાવનાર છે તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનંતગુણ હીન હોય છે. અથવા ઉદારનો અર્થ વિશાળ અર્થાત્ લાંબું. ઔદારિક શરીર હજાર જોજનથી પણ અધિક લાંબું હોય છે. અન્ય શરીરોની અપેક્ષાએ ઔદારિક શરીરમાં જે વિશાળતા કહી છે તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્યથા ઉત્તર વૈક્રિય એક લાખ જોજન સુધીનું પણ હોય છે. તેથી ઔદારિકને ઉદાર - વિશાળ કહેવામાં બાધા આવી પડશે. (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર - ૧ ઘાસીલાલજી મ.સા. પૃ. ૫૯૯) ઔદારિક - જે સડી જાય, પડી જાય, વીણસી જાય, કોહી જાય, બગડી જાય, મૃત્યુ પછી મૃતદેહ પડી રહે તે. (શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પૃષ્ઠ ૯૫) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા વિવેચિત કમગ્રંથ (પૃ.૧૨૮)માં ઉદારનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. ‘ઉદાર એટલે સૌથી મોટું, સૌથી વધુ તેજસ્વી અને સૌથી વધુ દાનેશ્વરી’ જેનો સાર નીચે મુજબ છે.
સૌથી મોટું = સહસ્ત્ર યોજનમાન છે. વૈક્રિય શરીર દેવોનું સાત હાથ અને નારકીનું ૫૦૦ ધનુષનું હોય છે જ્યારે ઔદારિક શરીર વનસ્પતિ આશ્રી હજાર જોજન