________________
૨૪૫
જીવવિચાર રાસ એક અધ્યયન
દેવ પછી તિર્યંચના પ્રકાર કવિએ વર્ણવ્યા છે.
તિર્યંચ - તિń - જે આડા હોય તે તિર્યંચ. ‘તિર્યંન્નતીતિ તિર્થ' જે
=
=
જીવો તિર્યક્ એટલે ત્રાંસા કે વાંકાચૂકા ચાલે તે તિર્યંચ. પશુપક્ષી વગેરેની ચાલ આ
પ્રકારની હોય છે. એટલે તેમને આ સંજ્ઞા લાગુ પડે છે.
તિર્યંચના ત્રણ ભેદ છે જળચર, સ્થળચર અને ખેચર.
જળચર - પાણીમાં રહેનાર જીવોના પાંચ ભેદ છે. માછલા, કાચબા, મગર, ગ્રાહ,
સુસુમાર.
સ્થળચર - ભૂમિ પર રહેનાર જીવોના ત્રણ ભેદ છે. ચતુષ્પાદ = ચોપગા = ગાય, ભેંસ, સિંહ, વાઘ વગેરે.
(ઉરિપરિસર્પ - પેટથી ચાલનારા સાપ, અજગર વગેરે.) (ભુજપરિસર્પ - ભુજાએ ચાલનારા - નોળિયા, ગરોળી વગેરે.)
-
ખેચર - આકાશમાં ઉડનારા પક્ષીના ચાર પ્રકાર છે. ચર્મ, રોમ, સમુદ્ અને વિતત પંખી એ ત્રણે પ્રકારના તિર્યંચ ગર્ભજ ને સંમુર્ચ્છિમ બંને પ્રકારના હોય છે. ગર્ભજ તિર્યંચના પાંચ ભેદના અપર્યાપ્તા અને પર્યાપ્તા તેમ જ સંમુર્ચ્છિમ તિર્યંચના પાંચ ભેદના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ૨૦ ભેદ તિર્યંચ પંચેન્દ્રિયના છે. નારકી - તિર્યંચ પંચેન્દ્રિય પછી કવિ નારકીના ભેદ કહે છે.
નારકીના સાત ભેદ છે. સાત નરકના નામ આ પ્રમાણે છે. ઘમા, વંશા, શિલા, અંજના, રિટ્ઠા, મઘા, માઘવઈ સાત નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ચૌદ ભેદ છે. મનુષ્ય - નારકી પછી હવે કવિ મનુષ્યના ભેદ સૌને સાંભળવાનું કહે છે.
૧૫ કર્મભૂમિના મનુષ્ય, ૩૦ અકર્મભૂમિના મનુષ્ય અને ૫૬ અંતરદ્વીપના મનુષ્ય એમ ૧૦૧ ક્ષેત્રના મનુષ્યના ભેદની વાત કહી છે. ગર્ભજ મનુષ્યના એકસો એક અપર્યાપ્તા અને પર્યાપ્તા તેમ જ સંમુમિ મનુષ્યના ૧૦૧ ભેદ અપર્યાપ્તા એમ કુલ ૩૦૩ ભેદ મનુષ્યના છે.
આમ કવિએ સંસારી જીવોનો પરિચય કરાવી પછી એ જીવોને કઈ કઈ ઋદ્ધિ હોઈ શકે એનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. જે નીચે મુજબ છે.
શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, સંજ્ઞા, લેશ્યા, વેદ, પર્યાપ્તિ, પ્રાણ, જ્ઞાન, દર્શન, ઉપયોગ, દૃષ્ટિ, કષાય, કાયસ્થિતિ, ચ્યવન - ઉર્તન, જીવયોની વગેરે. કવિએ રજૂ કરેલા વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આગમ અને અન્ય ગ્રંથોના આધારે સમજણ સહિત પ્રસ્તુત છે.
શરીર સંસારી જીવની ઓળખ શરીરથી થઈ શકે છે માટે સૌ પ્રથમ શરીરનું વિવરણ પ્રસ્તુત છે.
શરીર એ સંસારી જીવને રહેવાનું ઘર છે. કોઈપણ સંસારી જીવ શરીર વગરનો