________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૪૯ વસ્ત્રથી ઢંકાયેલો રહે છે. તે દેવોનું ઉપપાત ક્ષેત્ર છે, અને વજમય ભીંતનો ગોખ જ નારકોનું ઉપપાત ક્ષેત્ર છે. કેમ કે તેઓ શરીરને માટે એ ઉપપાત ક્ષેત્રમાં રહેલા વેક્રિય પુદ્ગલોને ગ્રહણ કરે છે.
પ્રશ્ન - યોનિ અને જન્મમાં શું ભેદ છે?
ઉત્તર - યોનિ આધાર છે અને જન્મ આધેય છે. અર્થાત્ સ્કૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે જગ્યા પર થાય તે યોનિ.
ઉપર જન્મના આધારે આઠ ભેદ કહ્યા તે મુખ્યત્વે ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. જરાયુજ, અંડજ, પોતજ પ્રાણીઓનો ગર્ભમાં જન્મ થાય છે. દેવ - નારકીનો ઉપપાત જન્મ હોય છે. બાકીનો સમૂર્થ્યિમ હોય છે.
સંમૂચ્છિમ જન્મ પ્રમાણે સ્ત્રી - પુરૂષના સંયોગ વિના જીવોની ઉત્પત્તિ થાય છે જેમાં બેઈંદ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જયારે વિજ્ઞાન તો બેઈન્દ્રિય આદિમાં પ્રજનન, સ્ત્રી - પુરૂષના સંયોગને સ્વીકારે છે તો એના માટે શું માનવું?
આ માટે દરિયાપુરી સંપ્રદાયના પૂજ્ય અલ્પેશમુનિ સાથે ચર્ચા કરી, જેનો સાર નીચે મુજબ છે.
આપણે જેને યોનિ શબ્દ કહીએ છીએ વિજ્ઞાન એને એકને સ્ત્રી ને એકને પુરૂષ કહે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જેટલા સંમૂર્છાિમ જીવો છે તે નિમિત્ત વગર તો ઉત્પન્ન થાય જ નહિ. વિજ્ઞાને તેના બે ભાગ પાડી દીધા છે. નર અને માદા.
આપણી હાલની મનુષ્યની વ્યવસ્થા પ્રમાણે નર સુરક્ષાનું કાર્ય કરે છે, માદા ઉત્પત્તિનું કાર્ય કરે છે. આવી અવસ્થાનું કાર્ય જે પ્રાણી જગતમાં થાય છે તેમાં નરને માદાનું વિભાજન બતાવી દીધું. ઉત્પત્તિ કરે તે માદા ને જે સંરક્ષણ કરે તે નર આ. વ્યવસ્થા વૈજ્ઞાનિકોએ ત્યાં બતાવી દીધી.
નારકી અને દેવના ઉત્પન્ન થવાના સ્થાનો શાશ્વતા છે. ત્યાં જયારે ઉત્પન્ન થવા જેવું વાતાવરણ હોય ત્યારે દેવ ને નારકી ઉત્પન્ન થાય છે. ત્યાં જો વેજ્ઞાનિકોનું ધ્યાન જાય તો એને પણ નર અને માદાનું સ્વરૂપ આપી દે. (ત્યાં પણ વિષય સેવન છે પણ ગર્ભાધાન ન હોય.) | નર અને માદાની લ્પના તો આપણા જ વિકારોએ સર્વ વસ્તુમાં આરોપિત કરી છે. જેમ બંગડી કેવી, કંકણ કેવું ? એમ અજીવમાં પણ નર – માદાની કલ્પના કરીએ
છીએ.
- સંમૂઠ્ઠિમ જીવોમાં પણ વેદવિકાર - વિષય સેવન તો છે જ. નપુંસક વેદનો અર્થ થાય છે સ્ત્રી અને પુરૂષ ઉભયને સેવવાની ઈચ્છા થાય. જે જીવોમાં જે પ્રમાણેનો વિકાર હોય એ પ્રમાણે સેવનની ઇચ્છા થવાથી ત્યાં નર કે માદાનો સિક્કો લાગી જાય છે.
પ્રગટરૂપે વિકાર જેટલો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે તેટલા પ્રગટરૂપે વિકાર એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં સંભવતો નથી.