________________
૩૫૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત હોર્મોન્સના પરિવર્તન પણ મનુષ્યમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય એવા અન્ય જંતુ જગતમાં નથી હોતા.
વિજ્ઞાન જેને વનસ્પતિ કે પ્રાણી જંતુ જગત માને છે, તેમાં જેને માદા તરીકે ઓળખે છે તે ઇંડાં મૂકશે જ અર્થાત્ ઇંડા મૂકનારને માદા જ કહેશે. માદાને ઓળખવા માટેનું સાધન એટલે જ પ્રજનન. પરંતુ તેનાથી સ્ત્રી - પુરૂષના સંયોગથી જ જીવોની ઉત્પત્તિ થાય એમ સિદ્ધ થતું નથી (જેમ કે કીડીઓ માદા હોય છે પરંતુ એમને પ્રજનન અંગ હોતા નથી. એમાં એક રાણી હોય છે જે કીડીઓને જન્મ આપી વંશવેલો ચાલુ રાખે છે. આ વાત જીવવિચાર વિવેચન પૃ. ૧૧૦ પર વેજ્ઞાનિક લેખને આધારે લખેલા છે. જેથી સિદ્ધ થાય છે કે નર વગર પણ પ્રજનન થઈ શકે છે.)
વિજ્ઞાન પ્રમાણે નર અનેક ને માદા એક હોય છે અનેક નરના સેવનથી જ માદા પ્રજનન કરી શકે છે. જયારે જેનદર્શન પ્રમાણે માદા એક નરના સેવનથી પણ પ્રજનન કરી શકે છે.
એમની ધારણા પ્રમાણે ઈંડામાં જ જીવનો વિકાસ થાય છે એ પણ માદાના શરીરમાંથી બહાર નીકળ્યા પછી જ. જયારે ગર્ભ માટે એવું નથી.”
યોનિ - ઉત્પત્તિ સ્થાન ન બદલાય ત્યાં સુધી જીવોની વૃદ્ધિ થાય છે પછી વૃદ્ધિ અટકે છે.
ગર્ભજ અને સંમૂર્છાિમમાં મુખ્ય તફાવત એ છે કે ગર્ભજ ૨-૪-૬ જીવોને જન્મ આપે છે. જયારે સંમૂચ્છિમમાં એક સાથે ઘણા જીવો ઉત્પન્ન થઈ જાય છે. સંમૂચ્છિમાં જીવો ઉત્પન્ન થતાંની સાથે જ એટલે કે એમને જેટલી પર્યાપ્તિ બાંધવાની હોય એટલી બાંધી લે કે તરત જ હાલી - ચાલી - ઊડી શકે છે અને એને જેટલી અવગાહના પ્રાપ્ત થવાની હોય તે પ્રાપ્ત થઈ જાય છે.
નોગર્ભજ - દેવ - નારકી પણ આ રીતે અંતર્મુહૂર્તમાં જ પર્યાપ્ત થતાં જ ચાલી શકે છે. જ્યારે ગર્ભજ જીવો ઇંડા કે ગર્ભમાંથી અમુક દિવસો બાદ બહાર નીકળ્યા પછી ચાલી શકે છે. એમાં મનુષ્યના બાળકને ચાલતા શીખતા વાર લાગે છે. વળી ગર્ભજ જીવોની અવગાહના પણ ક્રમશઃ વધે છે. તેમ જ સંમૂર્છાિમ જીવોમાં મન નથી હોતું.
આમ આ બધા પરથી તર્ક કરી શકાય કે વૈજ્ઞાનિકોને સ્ત્રી - પુરૂષના સંયોગથી જીવોત્પતિ દેખાય છે ત્યાં વેદને કારણે નર – માદાનો અહેસાસ જરૂર થતો હશે. એવા સંયોજનો પણ અનુભવાયા હશે. પરંતુ સંમૂર્છાિમની વ્યાખ્યા પ્રમાણે સ્ત્રી - પુરૂષના સંબંધ વિના ઉત્પત્તિ સ્થાનમાં સ્થિત ઓદારિક પગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ સંમૂચ્છિમ જન્મ કહેવાય છે. - તત્ત્વ કેવળી ગમ્ય. | વનસ્પતિકાયમાં બીજની યોનિ અવસ્થા ને અયોનિ અવસ્થા એમ બે પ્રકારે હોય છે.
જ્યાં સુધી યોનિનો નાશ થયો નથી એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ