________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૩૪૮
જીવો મૂકે છે. ખેચરમાં બધા પ્રકારના પક્ષીઓ ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. સ્થળચરના ત્રણ ભેદ છે એમાંથી ઉરપરિસર્પ એટલે સર્પ, અજગર વગેરે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. ભુજપરિસર્પમાં ગરોળી, કાંચીડા વગેરે જીવો ઇંડાંમાંથી ઉત્પન્ન થાય છે. એ બે ભેદમાં ઇંડાંમાંથી જીવો ઉત્પન્ન થાય છે. ચોપદ સ્થળચર અને કેટલાક ભુજપરિસર્પના જીવો ગર્ભમાં ઉત્પન્ન થાય છે. જળચરમાં મગર, માછલી વગેરે ઇંડામાંથી ઉત્પન્ન થાય છે. વહેલ જેવી માછલીઓ ગર્ભમાં ઉત્પન્ન થાય છે.
ભગવદ્ ગોમંડળ પૃ. ૧૩૨૮ અનુસાર - ઈંડાં એટલા મીંડા ને કાન એટલા થાન એટલે જે પ્રાણીને કાનને બદલે મીંડાં જ હોય તેને ઇંડાં આવે છે અને જેને બહાર નીકળતા કાન હોય તેને થાન હોય એટલે કે તેને ઇંડાં નહિ પણ ધાવવાવાળાં બચ્ચા આવે. ૨) પોતજ : કોઈપણ પ્રકારના આવરણથી વીંટાયા વિના ઉત્પન્ન થાય તે પોતજ કહેવાય, જેમ કે હાથી, સસલું, નોળિયો, ઉંદર, ચામાચીડીયું વગેરે. આ જીવો ખુલ્લા અંગે ઉત્પન્ન થાય છે. જન્મતાં જ હાલવા ચાલવાની ક્રિયા કરવા લાગે છે.
૩) રસજ : રસમાં ઉત્પન્ન થનાર રસજ કહેવાય છે. ચલિતરસ એટલે કે કાળ પૂરો થયા પછી બગડી ગયેલા દૂધ, દહીં, અથાણા, મીઠાઈ વગેરેમાં બેઈન્દ્રિયાદિ જીવો ઉત્પન્ન થાય તે રસજ કહેવાય છે.
=
૪) જરાયુજ : જરાયુ (ઓર) - ગર્ભના રક્ષણ માટે તેના પર રહેતું પાતળી ચામડીનું પડ. માતાના ગર્ભમાં શરીરને વીંટાયેલી પાતળી માંસની જરને જરાયુ કહેવાય. જન્મ વખતે આખા શરીરને વીંટાયેલી જરને સૂયાણી કે ડૉક્ટર હોંશિયારીથી કાપી દૂર કરે છે. તે જરમાંથી મનુષ્ય તથા બે ખરીવાલા બધા પશુ ગાય, ભેંસ, બકરી વગેરે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી મનુષ્ય પહેલા રડવાનું અને પશુ કુદવાનું તથા ભાંભરવાનું શરૂ કરે છે. ૫) સ્વેદજ : પસીનાથી ઉત્પન્ન થવાવાળા જીવ સ્વેદજ કહેવાય છે. જૂ - લીંખ, માંકડ વગેરે.
૬) સંમૂર્ચ્છિમ જન્મ : કોઈ સંયોગની પ્રધાનતયા અપેક્ષા રાખ્યા વગર જ્યાંત્યાં ઉત્પન્ન થઈ જાય તે. સ્ત્રી - પુરૂષના સંયોગ વિના ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્પત્તિ સ્થાનમાં સ્થિત ઔદારિક પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ સંમૂર્છિમ જન્મ કહેવાય છે. મનુષ્યની અશુચિ - ઝાડો - પેશાબ વગેરેમાં ઉત્પન્ન થનાર સંમૂર્છિમ મનુષ્યો કે એમને એમ તથાપ્રકારના પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થતા કીડી, ઈયળ, ફુદાં, તિર્યંચ પંચેન્દ્રિયો વગેરે સંમૂર્ચ્છિમ જન્મથી ઉત્પન્ન થનારા છે.
૭) ઉદ્ભિજ્જ : ઉ+ભિદ્ +જ = ફૂટી નીકળવું, જ = જન્મ. જે ભૂમિ ભેદીને ઉત્પન્ન થાય તે ઉદ્ભિજ્જ કહેવાય છે. જેમ કે ખડમાંકડી, તીડ વગેરે.
૮) ઉપપાદજ : ઉપપાત - સ્ત્રી પુરૂષના સંયોગ વિના ઉત્પત્તિ સ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવા તે ઉપપાત જન્મ છે. દેવ અને નારકીના જન્મને ઉપપાત જન્મ કહેવાય છે. દેવ શય્યાનો ઉપરનો ભાગ જે દિવ્ય