________________
જીવવિચાર રાસ એક અધ્યયન
3४७ ૨૦૦૦ થી ૭ ને ભાગતા ૩૫૦ ભેદ થાય. તે પૃથ્વીકાયની જાતિરૂપે ૩૫૦ ભેદો હોય છે. એ ૩૫૦ ભેદોમાં દરેકમાં બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો રહેલા છે. ૩૫૦ x ૨૦૦૦ - ૭ લાખ જીવાયોનિ થાય. એમાં ૩૫૦ ભેદ પૃથ્વાકાયના કયા તે હાલ કોઈ ગ્રંથમાં મળતા નથી.
જીવવિચાર રાસમાં થયેલું જીવાજોનિનું નિરૂપણ ૭૬ ... જયોન એકંદ્રી બાવન લાખ. એકેન્દ્રિય જીવની જીવાજોનિ બાવન લાખ છે. ૯૬ .. ચોન લાખ તસ દોય. બેઈન્દ્રિયની જીવાજોનિ ૨ લાખ છે. ૧૦૪... યોન લાખ દો ભાખું તાસ તેઈન્દ્રિયની જીવાનિ ૨ લાખ છે. ૧૧૨. યોનિ લાખ લઈ જાણીઈએ.ચોરેન્દ્રિયની જીવાજોનિ બે લાખ છે. ૧૮૫.. લાખ ચઉદ યોજનું માન. મનુષ્યની જીવાજોનિ ચોદલાખ છે. ૧૯૧... યોન લાખ કહીઈ તસ ચ્યાર. તિર્યંચની જીવાજોનિ ચાર લાખ છે. ૨૭૦ નારક યોન કહી લખ્ય ચ્યાર. નારકીની જીવાજોનિ ચાર લાખ છે.
આમાં દેવતાની જીવાજોનિ બતાવી નથી જે ચાર લાખ છે.
એકેન્દ્રિયની પ૨ લાખ જીવાજોનિ બતાવી છે. પાંચે સ્થાવરની પર લાખ ત્રસ કાયની બત્રીસ લાખ નીચે મુજબ છે. પૃથ્વીકાયની સાત લાખા બેઈન્દ્રિયની બે લાખા અપકાયની સાત લાખા
તેઈન્દ્રિયની બે લાખ તેઉકાયની સાત લાખ
ચોરેન્દ્રિયની બે લાખ વાઉકાયની સાત લાખ
નારકીની ચાર લાખ પ્રત્યેક વનસ્પતિની દશ લાખ દેવની ચાર લાખા સાધારણ વનસ્પતિની ચૌદ લાખ મનુષ્યની ચોદ લાખા
તિર્યંચની ચાર લાખ એમ મળીને ૮૪ લાખ જીવાજોનિ છે.
યોનિનો વિશેષ સંગ્રહ યોનિસંગ્રહ કે ખાણ તરીકે ઓળખાય છે. ત્રસ જીવોની ઉત્પત્તિના સ્થાન મુખ્યત્વે આઠ પ્રકારે ઓળખાય છે. એની પ્રરૂપણા કવિએ ૩૧૪ થી ૩૧૮ મી ગાથામાં કરી છે. ' વિશેષાર્થ (ભાવાર્થ) - એ પાંચ ગાથાની અંદર કવિએ ત્રસ જીવોના ઉત્પત્તિ સ્થાનની વાત કહી છે. ત્રસ જીવોના ઉત્પત્તિના ભેદથી આઠ વિભાગ પડે છે જે નીચે મુજબ બતાવ્યા છે. ૧) અંડજ ઃ ઇંડાંમાંથી જેનો જન્મ થાય તે અંડજ કહેવાય. માતાના ગર્ભથી જન્મા લેતા પહેલાં પક્ષી વગેરે સફેદ ગોળ સ્થિતિમાં હોય છે. તેને ઠંડુ કહેવાય છે. એનું સેવન કરવામાં આવે પછી અંદરનો જીવ પરિપક્વ થતાં તે ઇંડાનું કવચ તોડીને બહાર આવે છે. ઇંડા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ખેચર, સ્થળચર, જળચર ત્રણે પ્રકારના