________________
૩૪૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત “જલજંતુ નવ લાખ, સ્થાવર વીશ લાખ, કૃમિ અગિયાર લાખ, પક્ષી દશ લાખ, પશુ ત્રીસ લાખ, મનુષ્ય ચાર લાખ મળી કુલ ચોર્યાશી લાખ યોનિ થાય છે. એમ પણ કહેવાય છે કે જીવને પોતાનાં કર્મોના ફળ ભોગવવા માટે આ બધી યોનિઓમાં ભ્રમણ કરવું પડે છે. મનુષ્ય યોનિ આ બધામાં શ્રેષ્ઠ છે અને દુર્લભ મનાય છે.”
(ભગવદ્ ગોમંડળ પૃ. ૭૪૭૪) "सदसलक्षणोपेत प्रतीक सन्निवेशजम् ।
શુમાશુમારપ જોવા સંસ્થાનમંત્રિનામું ” ભાવાર્થ - શુભાશુભ લક્ષણોવાળું, સારી - નરશી આકૃતિ રૂપ પ્રાણીનું સંસ્થાના એના અવયવોને લઈને છ પ્રકારનું હોય છે. આવો જુદા જુદા કેટલા સ્થાને ઉત્પન્ન થાય તેની નોંધ આ સૂત્રમાં આપવામાં આવી છે. અહીં સ્થાન શબ્દથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આકૃતિ સરખાં હોય તેને એક સ્થાન ગણવામાં આવ્યું છે.
તથી પ્રજ્ઞાપનવૃત્ત अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थान ध्वस्त शन्तिकं तत्रस्थ जीव परिणामन
शक्ति संपन्नम् ।। इति ભાવાર્થ - આ સંબંધમાં પન્નવણા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે - યોનિ કોને કહેવી ? જેમાંથી શક્તિનો નાશ થયો નથી એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ અને એમાં રહેલા જીવને પરિણામાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે.
(શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા - ૨ પૃ. ૧૦૪) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેથી હજારો ભેદ બને છે. તેથી તેનાથી લાખો યોનિ બને છે. જેમ કે વર્ણ -૫, ગંધ -૨, રસ -૫, સ્પર્શ - ૮ છે. તેમાંથી દરેક વર્ણમાં પણ તારતમ્યના હિસાબથી અનેકાનેક ભેદ બને છે જેમ ભમરો, કાગડો, કોયલ, કાજળ વગેરેની કાળાશમાં ન્યૂનાધિકતા હોય છે. તેથી કૃષ્ણ, કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ અનેક ભેદો બને છે. એમ બીજા વર્ણ ગંધાદિ માટે સમજવું. એ એકેક વર્ણ, ગંધ આદિ માટે સમજવું રંગોમાં પાછા અંદર ભેળસેળ કરતા અનેક રંગો બને છે એવી જ રીતે ગંધ, રસ, સ્પર્શની પણ અંદરો અંદર ભેળસેળ થાય છે. એની સાથે સચિત્તાદિ યોનિઓ બતાવી તે ભેળવતા તરતમતાની અપેક્ષાએ અનેક ભેદો બને છે. આમ વિશિષ્ટ વર્ણ આદિથી યુક્ત હોવાને કારણે અસંખ્ય યોનિયો હોય છે તો પણ સામાન્યની અપેક્ષાએ તો એક જ યોનિ ગણાય.
એ રીતે ગણતાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય જીવોની જીવાયોનિ સાત લાખ હોય છે. ૫ વર્ણ ૨ ગંધ = પાંચ રસ ૪૮ સ્પર્શ x પાંચ સંસ્થાન = ૨૦૦૦ ભેદો થાય છે. કારણ કે યોનિ હંમેશાં પુદ્ગલની બનેલી હોય છે તેમાં કોઈને કોઈ વર્ણ, ગંધાદિ હોય છે. તેથી ૨૦૦૦ ભેદ થાય. આ ઉત્પત્તિ સ્થાન તે યોનિ કહેવાય છે. આ