________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૪૫ तं जहा सीया जोणी, उसीणा जोणी सीयोसिणा जोणी।" ' અર્થાત્ - હે ભગવાન ! યોનિ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે તે આ પ્રકારે છે. શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણ યોનિ.
અહીં પન્નવણા સૂત્રમાં નવમા પદમાં ત્રણ સૂત્રોમાં ત્રણ - ત્રણના ભેદથી કુલ નવ પ્રકારની યોનિઓની પ્રરૂપણા કરી છે જે નીચે મુજબ છે. “ ૧) શીત યોનિ ૨) ઉષ્ણ યોનિ ૩) શીતોષ્ણ યોનિ ૧) સચિત્ત યોનિ ૨) અચિત્ત યોનિ ૩) સચિત્તાચિત્ત યોનિ ૧) સંવૃત્ત (ઢાંકેલી) ૨) વિવૃત્ત (ઉઘાડી) અને ૩) સંવૃત્ત - વિવૃત્ત”
“જ્યારે ચોથા સૂત્રમાં મનુષ્યની યોનિની વક્તવ્યતા છે. એ ત્રણ પ્રકારની છે. ૧) કૂર્મોન્નત ૨) શંખાવર્ત અને ૩) વંશીપત્ર” ૧) કૂર્મોન્નત - જે યોનિ કાચબાની પીઠની જેમ ઊંચી હોય તે. ૬૩ શલાકા (ઉત્તમ) પુરૂષોની માતાની આવી યોનિ હોય. ૨) શંખાવર્ત - જેના આવર્ત શંખ સમાન હોય છે. ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોનિ આવા પ્રકારની હોય છે. આ યોનિથી સંતાન ઉપજે નહિ. ૩) વંશીપત્ર - બે વંશીપત્રોના સમાન આકારવાળી હોય છે. સામાન્ય જીવોની માતાઓની આવી યોનિ હોય છે.
પૂર્વોક્ત નવ યોનિમાંથી એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય સુધી તેઉકાય સિવાયના જીવો તેમ જ સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોમાં યોનિ સાત હોય. શીત, ઉષ્ણ, શીતોષ્ણ, અચિત્ત, મિશ્ર અને ૭ મી યોનિ પાંચ સ્થાવરમાં સંવૃત્ત હોય અને તે સિવાયનામાં વિવૃત્ત હોય.
તેઉકાયમાં પાંચ યોનિ. ઉષ્ણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર અને સંવુડા. દેવતામાં - શીતોષ્ણ, અચિત્ત, સંવૃત્ત એ ત્રણ યોનિ.
નારકીમાં - ૧ થી ૩ નરકમાં શીત, ચોથી નરકે શીતયોનિયા ઘણાં ઉષ્ણુયોનિયા થોડા, પાંચમી નરકે ઉષ્ણુયોનિયા ઘણા શીતયોનિયા થોડા, છટ્ટ ઉષ્ણ, સાતમે મહાઉષ્ણ, અચિત્ત અને સંવૃત્ત યોનિ હોય. (નારકીમાં શીત કે ઉષ્ણ યોનિ હોય પણ શીતોષ્ણ ન હોય.) સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્યમાં શીતોષ્ણ, મિશ્ર અને સંવૃત્ત - વિવૃત્ત એ ત્રણ યોનિ.
સમવાયાંગ સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, આવશ્યક સૂત્ર, પ્રવચનસારોદ્ધાર, શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ, શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધ ટીકા - ૨ વગેરેમાં યોનિનિ સંખ્યા ૮૪ લાખ કહી છે. જેનેતર દર્શનમાં આજીવક સંપ્રદાયમાં અને હિંદુ શાસ્ત્રોમાં પણ યોનિની સંખ્યા ચોરાશી લાખ જણાવી છે. |
(જીવ વિચાર પ્રકાશિકા પૃ. ૩૦૬) પુરાણ અનુસાર ચોર્યાશીલાખ યોનિ આ પ્રમાણે છે.