________________
૩૪૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
એ પણ પંદર કર્મભૂમિના પર્યાપ્તા પંદર ભેદમાં જ થઈ શકે છે. માટે આપણને મનુષ્યભવ પ્રાપ્ત થયો છે ત્યારે એ ભવ એળે ન જાય એવો પુરૂષાર્થ કરીને મોક્ષમાર્ગ તરફ પગલા માંડવા અત્યંત જરૂરી છે.
જીવાજોનિ
યોનિ
જીવને ઉત્પન્ન થવાનું સ્થાન યોનિ કહેવાય છે. શ્રી પનવણા પદ નવમાં ટીકામાં યોનિનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે -
'तत्र योनिरित्यस्य' 'यु मिश्रणे' इत्यस्मात् युवन्तितैजस कार्मण शरीरवन्तः સન્તઃ प्राणिनः औदारिकादि शरीरप्रायोग्य पुद्गलस्कन्धसमुदायेन मिश्री भवन्ति अस्यामिति व्युत्पत्या योनिः उत्पत्तिस्थानम्, औणादिको नि प्रत्ययो बोध्यः ।
અર્થાત્ - યુ મિશ્રણે ધાતુથી યોનિ શબ્દ બને છે તેથી જેમાં મિશ્રણ હોય છે તે યોનિ કહેવાય છે. તેજસ તેમ જ કાર્મણ શરીરવાળા પ્રાણી જેમાં ઔદારિક આદિ શરીરોને યોગ્ય પુદ્ગલ સ્કંધોના સમુદાયની સાથે મિશ્રિત થાય છે અર્થાત્ એકમેક થાય છે, તે યોનિ છે. જેનું તાત્પર્ય છે ઉત્પત્તિનું સ્થાન, યોનિ શબ્દમાં ‘કળાવિ’ થી ન પ્રત્યય થયો છે.
-
તત્ત્વાર્થ સૂત્રની બૃહવૃત્તિમાં કહ્યું છે કે -
-
'अयमात्मा पूर्वभवशरीर नाशे तदनु शरीरान्तर प्राप्ति स्थाने यान् पद्गलान् शरीरार्थमादत्ते तान् कार्मणेन सह मिश्रयति तप्तायः पिण्डाम्भो - ग्रहणवच्छरीरनिवृत्त्यर्थ बाह्य पुद्गलान् यस्मिन् स्थाने तत्स्थानं योनिः ।' અર્થાત્ - આ આત્મા પૂર્વભવના શરીરનો નાશ થયા પછી નવું શરીર ધારણ કરવાના જે સ્થાને શરીર રચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલોને તપ્ત લોઢાનો ગોળો પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કાર્મણ શરીરની સાથે ભેળવી દે છે તે સ્થાનને યોનિ કહેવાય છે. (જીવ વિચાર પ્રકાશિકા પૃ. ૩૦૨)
જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે તે ફાર્મણ અને તૈજસ શરીર લઈને જાય છે. પણ જે સ્થાનમાં જઈને તે નવો જન્મ ધારણ કરવા માટે ઔદારિક આદિ શરીરના પુદ્ગલો ગ્રહણ કરે છે તેને યોનિ અથવા ઉત્પત્તિ સ્થાન કહેવાય છે.
આમ યોનિ એટલે સંસારી જીવોનું ઉત્પત્તિસ્થાન.
જ
આવા ઉત્પત્તિ સ્થાન તો અસંખ્ય છે પરંતુ જે ઉત્પત્તિ સ્થાનનાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને સંસ્થાન એકસરખાં હોય તે બધાંની એક જ યોનિ ગણાય આવી કુલ્લે ચોરાશી લાખ યોનિઓ છે.’’ (સાગરનું બિંદુ – પૃ. ૩૧) શ્રી પનવણા સૂત્ર પદ નવમા યોનિપદમાં કોને કેટલી યોનિઓ હોય છે તે બતાવ્યું છે.
"कइविहाणं भंते जोणी पण्णत्ता ? गोयमा तिविहा जोणी पण्णता