________________
૩૦૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
જે જ્ઞાનોપયોગમાં દીર્ઘકાલીન સંજ્ઞા રૂપ મનની પૂર્ણ રૂપથી પ્રાપ્તિ થાય તે મન:પર્યવજ્ઞાન છે.
મન સૂક્ષ્મ જડ દ્રવ્યોથી બનેલું છે વિભિન્ન માનસિક વ્યાપારોમાં એ મનોદ્રવ્ય ભિન્ન ભિન્ન આકારોમાં પ્રગટ થાય છે. અર્થાત્ અમૂર્ત વિચારોનું જે મૂર્તિકરણ થાય છે એ આધાર પર ચિંતનધારાનું જ્ઞાન જ મનઃપર્યવજ્ઞાન છે.
અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોનું સાક્ષાત્ આત્માને જે જ્ઞાન થાય તે મનઃપર્યવજ્ઞાન. આ જ્ઞાન વિશિષ્ટ મુનિ - મહાત્માઓને જ હોય છે. (કર્મગ્રંથ ભા.૧ પૃ. ૨૦) અપ્રમત્ત સાધુ - સાધ્વી બંનેને ઉત્પન્ન થઈ શકે. કર્મગ્રંથ ૪ • ગાથા ૩૧માં સ્ત્રીવેદમાં ૧૨ ઉપયોગ છે તેથી સિદ્ધ થાય છે કે સાધ્વીને મનઃ પર્યવજ્ઞાન થઈ શકે.
૫) કેવળજ્ઞાન –
નંદીસૂત્ર અનુસાર જે જ્ઞાન સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જાણે દેખે છે તે કેવળજ્ઞાન.
આચારચૂલાથી ફલિત થાય છે કે કેવળજ્ઞાની બધા જીવોના બધા ભાવોને જાણે દેખે છે. જ્ઞેય જૂએ છે. જ્ઞેયરૂપ બધા ભાવોની સૂચિ આ પ્રમાણે છે. (૧) આગતિ (૨) ગતિ (૩) સ્થિતિ (૪) ચ્યવન (૫) ઉપપાત (૬) ભુક્ત (૭) પીત (૮) કૃત (૯) પ્રતિસેવિત (૧૦) આવિષ્કર્મ (પ્રગટમાં થવાવાળું કર્મ) (૧૧) રહસ્ય કર્મ (૧૨) લપિત (૧૩) કથિત (૧૪) મનો -માનસિક
ષટખંડાગમમાં પણ આ પ્રકારનું સૂત્ર ઉપલબ્ધ છે. જે મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોને સર્વથા, સર્વત્ર અને સર્વ કાળમાં જાણે દેખે છે તે કેવળજ્ઞાન છે.
આચાર્ય કુંદકુંદે નિશ્ચય અને વ્યવહાર નયના આધાર પર કેવળવજ્ઞાનની પરિભાષા
કરી છે.
બૃહત્કલ્પ ભાષ્યમાં કેવળજ્ઞાનના પાંચ લક્ષણ બતાવ્યા છે. (૧) અસહાય - ઈંદ્રિય મન નિરપેક્ષ
(૨) એક - જ્ઞાનના બધા પ્રકારોથી વિલક્ષણ.
(૩) અનિવરતિ વ્યાપાર - અવિરહિત ઉપયોગવાળો.
(૪) અનંત - અનંત જ્ઞેયનો સાક્ષાત્કાર કરવાનું.
(૫) અવિકલ્પિત - વિકલ્પ અથવા વિભાગ રહિત.
તત્ત્વાર્થ ભાષ્યમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. તે સર્વ ભાવોનો ગ્રાહક, સંપૂર્ણ લોક અને અલોકને જાણવાવાળું છે. એનાથી અતિશય કોઈ જ્ઞાન નથી. એવું કોઈ જ્ઞેય નથી જે કેવળજ્ઞાનનો વિષય ન હોય. કર્મગ્રંથ ભાગ - ૧ પૃષ્ઠ ૬૩માં કેવળજ્ઞાનના પાંચ અર્થ બતાવ્યા છે.
આચાર્ય જિનભદ્રગણિએ કેવલ શબ્દના એ જ પાંચ અર્થ કર્યા છે. જેની આચાર્ય