________________
૩૦૫
જીવવિચાર રાસ એક અધ્યયન વિશેષાવશ્યક ભાષ્યમાં અવધિની વિભિન્ન પ્રકારે વ્યુત્પતિ ઉપલબ્ધ છે. અ) જે જ્ઞાન દ્વારા અધોગામી રૂપી વસ્તુઓનું વિસ્તારથી જ્ઞાન થાય તે.
બ) અવધિ = મર્યાદા. જે મર્યાદિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણે છે તે. -
ક) અવધાનને પણઅવધિ કહ્યું છે અર્થાત્ અવધિજ્ઞાનથી દ્રવ્યોને જાણે છે. અર્થનો સાક્ષાત્કાર કરવાનો આત્માનો જે વ્યાપાર તે.
અવધિજ્ઞાનવાળો ૬ દ્રવ્યમાંથી માત્ર પુદ્ગલ દ્રવ્યને જ જાણી શકે છે. અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.
અ) સર્વ જઘન્ય = ઓછામાં ઓછા પ્રત્યેક દ્રવ્યના રૂપ, ગંધ, રસ, સ્પર્શરૂપ ચારેય પર્યાયો જાણે.
બ) મધ્યમ = તેનાથી આગળ પુનઃ પ્રદેશોની વૃદ્ધિથી, કાળની અને પર્યાયની વૃદ્ધિથી વધતું અવધિ મધ્યમ કહેવાય છે.
ક) સર્વોત્કૃષ્ટ = પરમ અવધિજ્ઞાન સર્વોત્કૃષ્ટ કહેવાય છે. પહેલા બે દેશ અવધિ કહેવાય છે, સર્વોત્કૃષ્ટ સર્વ અવધિ કહેવાય છે.
સામાન્ય અવધિજ્ઞાની પુગલના સ્કંધ - દેશને જોઈ શકે, પરમ અવધિજ્ઞાની પરમાણુને પણ જાણી દેખી શકે. જે અવધિજ્ઞાનમાં ‘પરમતા આવે એટલે કે અંતર્મુહૂર્તમાં નિયમા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે તે પરમ અવધિજ્ઞાન. ફક્ત ચરમશરીરી મનુષ્યને જ થઈ શકે.
ટૂંકમાં અવધિજ્ઞાનના વિકાસની અનેક મર્યાદાઓ છે માટે એને અવધિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન દેવ - નારકીને જન્મથી મરણ પર્યંત-પંખીને મળેલી ઉડવાની શક્તિની જેમ ભવપ્રત્યયિક સદા કાળ હોય છે અને મનુષ્ય - તિર્યંચોને તપ -સંયમાદિ વિશિષ્ટ ગુણોને આશ્રી જ થાય છે. માટે ગુણ પ્રત્યયિક કહેવાય છે. ૪) મન:પર્યવજ્ઞાન -
મનોવર્ગણાના માધ્યમથી માનસિક ભાવોને જાણવાવાળું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન
વ્યક્તિ જે વિચારે છે એને અનુરૂપ ચિંતનમાં પ્રવૃત્ત પુદ્ગલ દ્રવ્યોના પર્યાય (આકાર) નિર્મિત થઈ જાય છે. મનની એ પર્યાયોને સાક્ષાત્ કરવાવાળું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ કરતા ક્ષમાશ્રમણ જિનભદ્રગણિએ લખ્યું છે કે पज्जवणं पज्जयणं पज्जावो वा मणम्मि मणसो वा।
तस्स व पज्जादिन्नाणं मणपज्जवं नाणं।। અર્થાત્ - પર્યવ અને પર્યાય બંનેનો અર્થ છે સર્વતઃ ભાવથી જ્ઞાન, પર્યાય શબ્દનો અર્થ છે સર્વતઃ પ્રાપ્તિ. મનોદ્રવ્યને સમગ્રતાથી જાણવું અથવા બાહ્ય વસ્તુઓના ચિંતનને અનુરૂપ મનોદ્રવ્યોની પર્યાયોની સમગ્રતાથી પ્રાપ્તિ જ મન:પર્યવજ્ઞાન છે.
(કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯)