SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 30४ શ્રાવક કવિ ઋષભદાસ કૃત જ્ઞાન છે. અર્થની હાજરીમાં નિશ્ચિત બોધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આભિનિબોધિક. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય તે મતિજ્ઞાન. ૨) શ્રુતજ્ઞાન - આ જ્ઞાન પણ ઈન્દ્રિયો અને મનથી જ થાય છે. તથાપિ જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભણાવનાર - સમજાવનાર ગુરૂની અને શાસ્ત્રાદિની જરૂરિયાત રહે અર્થાત્ ગુરૂ કે આગમાદિ શાસ્ત્રોના આલંબનેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ કોઈ પણ પુસ્તકનું એક પાનું ચક્ષુથી વાંચી જવું તે મતિજ્ઞાન છે. પરંતુ તેમાં રહેલા હાર્દને, પરમાર્થને જાણવું તે શ્રુતજ્ઞાન છે. તે પરમાર્થ ગુરૂગમથી સમજવો સરળ પડે છે. અ) જે જ્ઞાન મૃતને અનુસરે છે. બ) જેનાથી શબ્દ - અર્થનો સંબંધ જાણી શકાય, સમજી શકાય, અનુભવી શકાય તે શ્રુતજ્ઞાન. ક) ૫ ઇંદ્રિય અને ૬ઠ્ઠા મનના નિમિત્તથી ઉત્પન્ન થતાં શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા વિશેષ હોય છે એટલે એ જ્ઞાન મનનો વિષય મનાય છે. ડ) જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય વ્યક્ત કરી શકાય તે. ઇ) જે જ્ઞાન ત્રિકાળ વિષયક હોય તે. ફ) બોલવું એ શ્રુતજ્ઞાન નથી, એ તો વચનયોગ છે પરંતુ બોલવાનો જે અર્થ હોય તે શ્રુતજ્ઞાન છે. અને શબ્દ એ અર્થને પ્રગટ કરવાનું સાધન હોવાથી તે દ્રવ્યદ્ભુત છે. હ) શ્રુતજ્ઞાનને કેવળજ્ઞાનનો અંશ ગણવામાં આવે છે. અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન વગર કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે પરંતુ શ્રુતજ્ઞાન વગર કેવળજ્ઞાન ક્યારેય પ્રગટ ન થઈ શકે. એકેન્દ્રિય - વિકલેન્દ્રિયમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિયો લબ્ધિ સ્વરૂપે પાંચે હોય છે. અને તેથી જ કોઈ વનસ્પતિ વાદળની ગર્જનાથી ફળે છે કોઈ વનસ્પતિ ચંદ્ર - સૂર્યને જોઈને ખીલે છે. કોઈ મદિરાપાનના છંટકાવથી ફળે છે માટે લબ્ધિ ઈન્દ્રિય આશ્રી શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ અવ્યક્ત શ્રુત અજ્ઞાના એકેન્દ્રિયાદિને પણ હોય છે. (કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯) ૩) અવધિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનની મદદ લીધા વિના માત્ર રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરાવનાર જે જ્ઞાન તે અવધિ જ્ઞાન. (કર્મગ્રંથ ભા.૧ પૃ.૧૯) જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અવધિ અર્થાત્ સીમાથી યુક્ત પોતાના વિષયભૂત પદાર્થોને જાણે છે એટલે એને અવધિજ્ઞાન કહેવાય છે. આગમમાં અવધિનું નામ સમાજ્ઞાન પણ છે. અધિક અધોગામી વિષયને જાણે છે અથવા પરિમિત વિષયવાળું હોવાથી પણ અવધિજ્ઞાન કહેવાય છે. ( 1
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy