________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૦૩ ૪) મનોજન્ય મતિજ્ઞાન પરોક્ષ જ છે.
જ્ઞાનનો અર્થ છે જાણવું. જાણવું આત્માનો ગુણ છે. જીવ અને અજીવનું વિભાજક તત્વ જ્ઞાન છે.
પૂર્વોક્ત આગમ-શાસ્ત્ર, ગ્રંથોમાં જ્ઞાનના ઘણા વિશેષ અર્થો મળે છે તેમાંના કેટલાંક વિશેષ અર્થો આ પ્રમાણે છે.
૧) જેનાથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય તે જ્ઞાન. (નંદીસૂસ) ૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રગટતો આત્માનો ગુણ જ્ઞાન છે. ૩) પોતાનું અને પરનું જેનાથી જાણપણું થાય તે જ્ઞાન. (પ્રમાણ નય - મૃ. ૧). ૪) ચેતનાનો વિશેષ પ્રકારનો વ્યાપાર તે જ્ઞાન. ૫) ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેકાળનું જાણપણું જેનાથી થઈ શકે તે જ્ઞાન.
૬) સત્યને સત્યરૂપે, અસત્યને અસત્યરૂપે જાણી શકે એટલે કે દ્રવ્ય વિષે સત્ - અસનું પૃથક્કરણ કરી શકે તે જ્ઞાન.
૭) શેય પદાર્થોની વિશેષ સમજણ અપાવનારી ચેતન્યશક્તિ તે જ્ઞાન છે.
૮) દ્રવ્ય પદાર્થોમાં રહેલા વિશેષ ધર્મનો બોધ પમાડી શકે તે જ્ઞાન. દ્રવ્ય વિશેષ, ગુણ વિશેષ, પર્યાય વિશેષને જાણવું તે જ્ઞાન.
૯) અનાદિકાળથી આત્મા પર જે ખોટી ધારણાઓ - માન્યતાઓ, કુસંસ્કારો છવાઈ ગયા છે તેનો ત્યાગ કરી જગતના દરેક આત્માઓને, પદાર્થોને, પ્રસંગોને અને ચારિત્રોને નવતત્વની આંખે, જિનેશ્વરની સામે જોઈને શ્રદ્ધા કરવી, આત્માને મતિ - શ્રતની પર્યાયો દ્વારા શુદ્ધ બનાવવો તે જ્ઞાન.”
એ જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
પાંચ જ્ઞાનનું સ્વરૂપ/વિવેચન (જ્ઞાનના પાંચે ભેદ પર્યાયરૂપ છે.). ૧) મતિજ્ઞાન/આભિનિબોધિક જ્ઞાન (તસ્વાર્થ સૂત્ર. પૃ. ૨૫, કર્મગ્રંથ પૃ. ૧૮)
પાંચ ઈન્દ્રિયો અને મનથી થનારું જ્ઞાન તે મતિજ્ઞાન. ચક્ષુથી રૂપવિષયક, ઘાણથી ગંધવિષયક, જીભથી રસવિષયક, ત્વચાથી સ્પર્શવિષયક, શ્રોત્રથી શબ્દવિષયક અને મનથી સંકલ્પ - વિકલ્પ વિષયક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. મતિપૂર્વક જાણવું તે મતિજ્ઞાન. સમ્યફદષ્ટિની મતિ તે મતિજ્ઞાન.
(શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા) - પૃ.૨૨૯) મતિજ્ઞાનને અભિનિબોધિક જ્ઞાન પણ કહે છે. ગરમ = સન્મુખ રહેલા પદાર્થનો નિ = નિશ્ચયાત્મક જે બોધ તે આભિનિબોધ, તેના ઉપરથી સ્વાર્થમાં ફા ' (૭-૨૧૬૯) પ્રત્યય લાગવાથી આભિનિબોધિક શબ્દ બને છે. (કર્મગ્રંથ - ૧ પૃ. ૨૦) પદાર્થની હાજરીમાં થતો સંશયરહિત બોધ તે આભિનિબોધ.
પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાવાળું અર્વાભિમુખી જ્ઞાન તે આભિનિબોધિક