________________
૩૦૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત એ પાંચમું પૂર્વ હતું. અંબાડી સહિતના ૧૬ હાથીના માપ જેટલી શાહીથી લખાયા એટલું જ્ઞાન હતું.
આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિ, શ્રી ઉત્તરાધ્યયન, રાયપ્રશ્નીય, ભગવતી , ઠાણાંગ આદિમાં પણ જ્ઞાનની ચર્ચા થઈ છે.
- પૂર્વોક્ત સાહિત્યોના આધારે જ્ઞાનની ત્રણ ભૂમિકાઓ રચાય છે. ૧) પ્રથમ ભૂમિકામાં જ્ઞાનના પાંચ ભેદ છે. - શ્રી ભગવતી સૂત્ર તથા રાયપ્રશ્રીયા વગેરેમાં છે.
શ્રી રાયપ્રશ્નીયમાં પાર્શ્વનાથના શિષ્ય કેશી સ્વામી પરદેશી રાજાને કહે છે કે -
एवं खुपएसी अम्हं समणाणं निग्गंथाणं पंचविहे नाणे पण्णत्ते। तंजहा अभिणिषोहियनाणे, सूयनाणे, ओहिणाणे मणपज्जवणाणे केवलणाणे।। सूत्र
૧ર૯ આનાથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીર પૂર્વે પાર્શ્વનાથના શિષ્યોમાં પણ પાંચ જ્ઞાનની માન્યતા હતી. કર્મગ્રંથમાં પણ પાંચ જ્ઞાનનું વિવરણ છે. ૨) દ્વિતીય ભૂમિકામાં જ્ઞાનના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. શ્રી ઠાણાંગ સૂત્રમાં આ પ્રમાણે છે. ૩) તૃતીય ભૂમિકામાં ઈંદ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ બંનેની અંતર્ગત સ્વીકારવામાં આવ્યું. આ ભૂમિકામાં લોકાનુસરણ સ્પષ્ટ છે. આગમિક નંદીસૂત્ર, ન્યાયના ગ્રંથો વગેરેમાં છે.
શ્રી નંદી સૂત્રમાં સર્વ પ્રથમ જ્ઞાનને પાંચ ભાગોમાં વિભક્ત કરીને પછી એ પાંચનો સમાવેશ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદોમાં કરવામાં આવ્યો છે. અહીં ઈન્દ્રિયથી થતા જ્ઞાનને પરોક્ષ અને નોઈન્દ્રિયથી એટલે સાક્ષાત્ આત્માથી થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (સૂત્ર ૨).
ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનને પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ બંને ભેદોની અંતર્ગત સ્વીકારાયું છે. એવો ભેદ ઉપર્યુક્ત બે ભૂમિકામાં નથી. જેનેતર બધા દર્શનોએ ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ માન્યું છે. તેથી આચાર્ય જિનભદ્રગણિશ્રીએ આ સમન્વયને લક્ષમાં રાખીને સ્પષ્ટીકરણ કર્યું છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવું જોઈએ.
તાત્પર્ય એ જ છે કે ઈન્દ્રિયજ્ઞાન વસ્તુતઃ તો પરોક્ષ જ છે પરંતુ લોકવ્યવહારને કારણે એને પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે.
ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ૧) અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે. ૨) શ્રત પરોક્ષ જ છે.
૩) ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પરોક્ષ છે અને વ્યવહારિક દષ્ટિથી પ્રત્યક્ષ છે.