________________
જીવવિચાર રાસ એક અધ્યયન
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય
૯ પાંચ પરજાપતિ એહનિં કહીઈ, આહાર શરીરનિં અંદ્રી,
સાસ ઓસાસ નિં પંચમ ભાષા ભેદ કહ્યા બે અંદ્રી હો... પાંચ પરજાપતિ...
૩૦૧
૧૦૫...
૧૧૩ ... પાંચ પરજાપતિ તેહનિં એ....
ત્રણે વિકલેન્દ્રિયમાં પાંચ પર્યાપ્તિ હોય. આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છ્વાસ અને ભાષા પર્યાપ્તિ.
પંચદ્રિય
૧૨૩ ષટ્ પરજાપતિ તેહનિ કહી છઠૂ મન તસ વાધ્યું સહી.
પૂર્વોક્તમાં એક મન પર્યાપ્તિ ઉમેરીને પંચેન્દ્રિયમાં છ પર્યાપ્તિ કહી છે. મનુષ્યમાં છ પર્યાપ્તિ હોય (દેવમાં પણ છ પર્યાપ્તિ હોય. પણ ગાથામાં નથી બતાવી) ૧૫૨ ... ષટ્ પરજાપતિ પુરી જોય.
સંમૂર્ચ્છિમ મનુષ્યમાં મન અને ભાષા સિવાયની ચાર પર્યાપ્ત હોય પણ અહીં પાંચ પર્યાપ્તિ બતાવી છે તેનું કારણ સમજાતું નથી પાંચ અપર્યાપ્તિ હોવું જોઈએ. (શ્રી જૈન થોક સંગ્રહ સંગ્રાહક પ્રકાશક - પાલનપુરના સ્થાનકવાસી જૈન બહેનો પૃ. ૯૦ ચોવીશ દંડકનો સમુ. મનુ. નો પર્યાપ્તિ દ્વાર) જો કે ભાષા ન કરી શકે એમ સ્વીકાર્યું છે. ૧૮૪ ... પરજાપતિ પાંચ કહઈવાઈ, ભાષા ન કરીઅ સકાઈ
પાંચ અપર્યાપ્તિ હોઈ શકે એ અપેક્ષાએ પાંચ પર્યાપ્તિ લીધી હશે. તિર્યંચમાં - સંજ્ઞીમાં છ પર્યાપ્તિ હોય
૧૯૫ વલી બોલ્યા શ્રી જિનવર, ષટ્ પરજાપતિ દસઈ પ્રાણ.
૨૦૩ પ્રણ નવઈ પરજાપતી પંચ
અસંજ્ઞી તિર્યંચમાં પાંચ પર્યાપ્તિ હોય. નારકીમાં છ પર્યાપ્તિ હોય.
૨૬૭ ... ષટ્ પરજાપતિ તેહનિ જોય.
આમ દરેક સંસારી જીવોમાં પર્યાપ્તિ હોય છે એ પર્યાપ્તિ ભવપર્યંત રહે છે. અર્થાત્ જીવનયાત્રા હોય ત્યાં સુધી પર્યાપ્તિ ચાલુ રહે છે.
જ્ઞાન
માનવ સંસ્કૃતિના ઉદયકાળથી જ જ્ઞાન વિમર્શનો વિષય રહ્યો છે. દરેક સભ્યતા, સંસ્કૃતિએ જ્ઞાનની મહત્તાને નિર્વિવાદ રૂપથી સ્વીકારી છે.
જૈન પરંપરામાં જ્ઞાનની વિશદ ચર્ચા ઉપલબ્ધ છે. જ્ઞાનથી સંબંધિત ઉપલબ્ધ સાહિત્યના આધારે એમ કહી શકાય કે જૈનદર્શનમાં માત્ર જ્ઞાનમીમાંસા પર ‘નંદી’ આદિ સૂત્રો રચાયા છે.
જૈનદર્શનમાં ‘જ્ઞાન પ્રવાદ’ નામનું પૂર્વ હતું જેમાં પંચવિધ જ્ઞાનની ચર્ચા હતી.