________________
૩૦૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવના ૧૪ ભેદમાંથી - માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં હોય.
દારિક શરીરવાળા જીવો ઓદારિક સંબંધી છ પર્યાપ્તિ એક ભવમાં એક જ વાર બાંધે છે.
વેકિય શરીરવાળા - ક્રિય શરીરની ભવ સંબંધી (ભવધારણીય) છ પર્યાપ્તિ એક વખત બાંધે પણ જે ક્રિય શરીર રૂપ સંબંધી હોય એટલે ઉત્તર ક્રિય કરવા આશ્રી સંખ્યાતી વાર કરી શકે. ના. લિ., મનુ, દેવ ચારેમાં ઉત્તર વૈક્રિય થઈ શકે.
આહારક શરીરવાળા - બે વખત કરી શકે.
છ એ પર્યાપ્તિ એક સાથે જ બાંધવાની શરૂઆત થાય પણ પૂર્ણ ક્રમશઃ થાય કારણ કે ક્રમશઃ પુદ્ગલો સ્થૂળથી સૂક્ષ્મ હોય છે. દા.ત. આહારના પુદ્ગલો સર્વથી સ્થૂળ હોય તેથી તે જલ્દી બંધાય પછીના સૂક્ષ્મ હોય તેથી વાર લાગે. જેમ કે વટાણા કરતાં ઘઉંને વીણતા વાર લાગે, ઘઉં કરતાં બાજરીને વીણતા વાર લાગે એમ સમજવું.
પર્યાપ્તિનો કાળ - સર્વ જીવો આહાર પર્યાતિ પ્રથમ સમયે પૂરી કરે છે અને શરીરાદિ અન્ય પર્યાપ્તિઓ ત્યારબાદ અંતર્મુહૂર્ત પૂરી કરે છે. આહાર સિવાયની પર્યાક્તિઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે એટલે તેને ક્રમશઃ સમય વધારે લાગે છે.
કર્મગ્રંથ ૧ ની સ્વોપજ્ઞ ટીકામાં શ્રી દેવેન્દ્રસૂરિજીએ તે વિષયક ગાથા આપેલી છે
वेउव्विअ पज्जति सरीर अंतमुहु सेस इगसमया।
आहारे इगसमया सेसा अंतमुह आराले ॥ અર્થાત્ ક્રિય શરીરધારીઓને શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તની અને બાકીની પાંચ પર્યાપ્તિ એક સમયની હોય છે. દારિક શરીરવાળાને આહાર પર્યાપ્તિ એક સમયની શેષ પાંચ પયાપ્તિ અંતર્મુહૂર્તની હોય છે.
એ જ રીતે એક જ જાતિના જીવોની પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો સમય અલગ અલગ હોઈ શકે. દા. ત. સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરે છે છતાં પણ એક જ સમયે ઉત્પન્ન થયેલા બે સંમૂર્છાિમ મનુષ્યની પ્રથમની ત્રણ પર્યાપ્તિ એક સાથે જ પૂર્ણ થાય એ જરૂરી નથી. તેમ જ આયુષ્ય સાથે જ પૂર્ણ થાય એ પણ જરૂરી નથી. થોડા સમય આગળ – પાછળ થઈ શકે તેથી પર્યાપ્તિ એક જ સમયે પૂર્ણ થાય એમ ન મનાય.
કવિએ વર્ણવેલું પર્યાતિનું સ્વરૂપ એકેન્દ્રિય ૭૪ .. ચ્યાર વલી પરજાપતિ જોય આહાર શરીર નિ ચંદ્રી હોય. ૫ સાસ ઉસાસ તે ચોથો ભેદ....
એકેન્દ્રિયમાં ચાર પર્યાપ્તિ હોય. આહાર, શરીર, ઈંદ્રિય અને શ્વાસોચ્છવાસ.