________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૯૯ પૂર્ણતાને મન પર્યાપ્તિ કહે છે.
મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ તે મન પર્યાપ્તિ. મનો વર્ગણાના પુદ્ગલ કાયયોગ દ્વારા લેવાય છે તે પુદ્ગલો મનન અને વિચાર કરવામાં સહાય કરે છે. જેની પાસે દ્રવ્ય મન હોય તે જ મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરી શકે છે. દ્રવ્યમના મનન - વિચાર કરવા માટેનું સાધન છે.
આ છ પર્યાપ્તિમાંથી પ્રથમની ત્રણ પર્યાપ્તિ સર્વ સંસારી જીવોને હોય છે. એ ત્રણ અમર પર્યાપ્તિ કહેવાય છે. એ પર્યાપ્તિમાં કોઈ જીવ મરે નહિ.
ચોથી પર્યાપ્તિ પણ બધા સંસારી જીવોને હોવા છતાં આ પર્યાપ્તિ બાંધતા બાંધતા કેટલાક જીવો એ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ મરી જાય છે. આ ઘટના માત્ર ઓદારિક શરીરવાળા જીવોમાં જ થાય છે. એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આટલા પ્રકારના જીવો અપર્યાપ્ત અવસ્થામાં કાળ કરી શકે છે. દેવ અને નારકી અપર્યાપ્તા. અવસ્થામાં ક્યારેય કાળ ન કરે.
ભાષા પર્યાપ્તિ –
જે જીવોને જીભ મળી છે, ભાષા મળી છે એવા જીવોને ભાષા પર્યાપ્તિ હોય. ભાષા પર્યાપ્તિમાં પણ પૂર્વોક્ત દારિકવાળા જીવો કાળ કરે છે. એમને અપર્યાપ્તા અવસ્થામાં કાળ કરનારા કહેવાય છે અને જે કાળ કરતા નથી અને પર્યાપ્તિ પૂરી બાંધીને પછી કાળ કરે છે એને પર્યાપ્તા કહેવાય છે. જયાં સુધી આ પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી જીવોને ભાષા પર્યાપ્તિના અપર્યાપ્ત કહેવાય. આ પર્યાપ્તિ બાંધી લીધા પછી પર્યાપ્ત કહેવાય. ભાષાનો પ્રયોગ પર્યાપ્ત થયા પછી જ થાય છે. ભાષા પર્યાપ્તિ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવને હોય છે. ૨૪ દંડકમાંથી પ સ્થાવરના દંડકને બાદ કરીને ૧૯ દંડકમાં ભાષા હોય. જીવના ૧૪ ભેદમાંથી - બેઇં, તેઈ, ચોરેં., અસંજ્ઞી પંચે, સંજ્ઞી પંચેન્દ્રિય એ પાંચ ભેદમાં હોય છે.
જીવના ૫૬૩ ભેદમાંથી નારકીના ૭ પર્યાપ્તા, તિર્યંચના ૧૩ પર્યાપ્તા, મનુષ્યના ૧૦૧ પર્યાપ્તા, દેવના ૯૯ પર્યાપ્તા = ૨૨૦ ભેદમાં હોય.
મનઃપર્યાપ્તિ - જે જીવોને મન મળ્યું છે એ જીવોને મનપર્યાપ્તિ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં - નારકી, તિર્યંચ પંચે. મનુષ્ય અને દેવને મનપર્યાપ્તિ હોય. આ પર્યાપ્તિ બાંધતા બાંધતા પણ જે જીવો કાળ કરે છે તે અપર્યાપ્તામાં કાળ કરનારા કહેવાય. આ પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી જીવ અપર્યાપ્તા ગણાય. દેવ, નારકી અને જુગલિયા આ પાર્યપ્તિ બાંધતા ક્યારેય કાળ ન કર. માત્ર સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી મનુષ્ય અને સંખ્યાતા વર્ષવાળા સંજ્ઞી તિર્યંચ પંચંદ્રિય જ કાળ કરે છે.
મનઃ પર્યાપ્તિ - ૧૬ દંડક = ૧૩ દેવ, ૧ નારકી, ૧તિર્યંચ, ૧ મનુષ્યમાં હોય.