________________
૨૯૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સમાપ્તિ, પૂર્ણાહુતિ, પરિપૂર્ણતા સારી રીતે પ્રાપ્તિ, ભરપૂરપણું, પર્યાપ્તપણું, પૂર્ણતા, સંપૂર્ણતા. પર્યાપ્તિના આહાર, શરીર, ઈંદ્રય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એમ છ પ્રકાર છે.
વેદાંત પ્રમાણે - સ્વરૂપસંબંધ - પ્રતિયોગી વસ્તુનું અથવા અનુયોગી વસ્તુનું જે સ્વરૂપ છે તે જ સંબંધરૂપ હોય તો તેને સ્વરૂપસંબંધ કહે છે.
પ્રજાપ્તિ - કેટલાક સ્થળે પ્રજાપ્તિ શબ્દ આવે છે જે પ્રાકૃત સ્વરૂપ છે. પર્યાપ્તિ સંસ્કૃત સ્વરૂપ છે. પ્રજાનો એક અર્થ પ્રજન્ એટલે જન્મવું થાય છે. જે જન્મ માટે નિમિત્ત બને, ઉત્પન્ન થવા માટે નિમિત્ત બને તે પ્રજાપ્તિ.
અપર્યાપ્તિ - જે પર્યાપ્તિ બાંધવાની શરૂઆત કર્યા પછી પૂરી બંધાઈ રહે તેને પર્યાપ્તિ કહેવાય અને બંધાવાની બાકી હોય તેને અપર્યાપ્તિ કહેવાય. પર્યાપ્તિ છ છે એમ અપર્યાપ્તિ પણ છ છે.
પુદ્ગલના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહાર ગ્રહણ, શરીર નિવર્તન આદિ માટે સમર્થ બને છે તેથી પુદ્ગલોપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કારણ છે અને કર્તા જીવ છે.
જીવમાં કર્મને કારણે કોઈપણ દેહ ધારણ કરીને જીવવાની શક્તિ છે. પણ તે પર્યાપ્તિ વિના પ્રગટ થતી નથી. અર્થાત્ જીવને દેહધારી તરીકે જીવવું હોય તો પર્યાપ્તિ દ્વારા જ એમ કરી શકાય છે. તેથી સંસારી જીવ માટે પર્યાપ્તિ અતિ અગત્યની છે. તે પર્યાપ્તિ છ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) આહાર પર્યાપ્તિ – જે શક્તિ વિશેષથી જીવ બહારના આહાર પુગલોને ગ્રહણ કરીને ઓજ આહાર રૂપે પરિણમાવે એવી શક્તિ વિશેષની પૂર્ણતાને આહાર પર્યાપ્તિ કહે છે. ૨) શરીર પર્યાપ્તિ – જે શક્તિથી આહારના રસ ભાગનો રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, શુક્ર, મેદ (વીર્ય) આદિ સાત ધાતુઓમાં પરિણમાવે એની પૂર્ણતાને શરીર પર્યાપ્તિ કહે છે. ૩) ઇંદ્રિય પર્યાપ્તિ – જે શક્તિથી આત્મા ધાતુરૂપ પરિણમેલા આહારને સ્પર્શ આદિ ઇંદ્રિયરૂપમાં પરિણમાવે તેની પૂર્ણતાને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. ૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ – જે શક્તિથી આત્મા શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોચ્છવાસ રૂપમાં પરિણમાવે એની પૂર્ણતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. ૫) ભાષા પર્યાપ્તિ – જે શક્તિથી ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણમાવે તેની પૂર્ણતાને ભાષા પર્યાપ્તિ કહે છે. ૬) મનઃ પર્યાપ્તિ – જે શકિતથી મનને યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને મનરૂપે પરિણમન કરે અને એની શક્તિ વિશેષથી એ પુદ્ગલોને પાછા છોડે એની