________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૦૭ હરિભદ્ર તેમ જ આચાર્ય મલધારીએ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. એ (જેન દર્શન મનન ઓર મીમાંસા, આચાર્ય મહાપ્રજ્ઞ) ૧) એક - કેવળજ્ઞાન મતિ આદિ ક્ષાયોપથમિક જ્ઞાનોથી નિરપેક્ષ છે તેથી એક છે. ૨) શુદ્ધ - કેવળજ્ઞાનને આચ્છાદિત કરવાવાળી મલિનતાથી સર્વથા મુક્ત હોવાને કારણે કેવળજ્ઞાન સર્વથા નિર્મળ અર્થાત્ શુદ્ધ છે. ૩) સકલ - આચાર્ય હરિભદ્ર અનુસાર કેવળજ્ઞાન પ્રથમ સમયમાં જ સંપૂર્ણ રૂપમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી સંપૂર્ણ અર્થાત્ સકળ છે.
આચાર્ય માલધારી અનુસાર - સંપૂર્ણ શેય પદાર્થોને ગ્રહણ કરવાને કારણે કેવળજ્ઞાનને સકલ કહ્યું છે. ૪) અસાધારણ - કેવળજ્ઞાન જેવું બીજું કોઈ જ્ઞાન નથી થતું માટે તે અસાધારણ છે. ૫) અનંત - કેવળજ્ઞાન અતીત, પ્રત્યુત્પન્ન તેમ જ અનાગત કાલીન અનંત શેયોને પ્રકાશિત કરે છે માટે અનંત છે.
કેવળજ્ઞાન અપ્રતિપતિ છે તેથી તેનો અંત ન હોવાથી તે અનંત છે.
મલધારી હેમચંદ્રએ કાલની પ્રધાનતાથી તથા આચાર્ય હરિભદ્રસૂરિએ જ્ઞય દ્રવ્યની અપેક્ષાથી કેવળજ્ઞાનની અનંતતા પ્રતિપાદિત કરી છે.
અપરિમિત ક્ષેત્ર તેમ જ અપરિમિત ભાવોને અવભાસિત કરવાનું સામર્થ્ય માત્રા કેવળજ્ઞાનમાં છે. અનંત દ્રવ્યોની અપેક્ષાએ અનંત પર્યાયોને ક્ષયોપશમિક જ્ઞાન પણ જાણી શકે છે. પરંતુ પ્રત્યેક દ્રવ્યની અનંતાનંત પર્યાયોને સાક્ષાત્કાર કરવાનું વૈશિસ્યા કેવળજ્ઞાનનું છે.
કેવળ શબ્દ અનંત - આ અર્થ તેમ જ એના બહુવિધ દૃષ્ટિકોણથી વિભિન્ન વ્યાખ્યાઓ માત્ર જૈન સાહિત્યમાં જ ઉપલબ્ધ થાય છે. અન્યત્ર નથી થતી. એનાથી સ્પષ્ટ થાય છે કે અનંતજ્ઞાન - સર્વજ્ઞતાની મોલિક અવધારણા મુખ્યતયા જેનોને જ અભ્યપગમ છે.
અજ્ઞાન જ્ઞાન માર્ગણામાં પાંચ જ્ઞાન છે તે પ્રમાણે ત્રણ અજ્ઞાન પણ છે.
અજ્ઞાન શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાન રહિત અર્થ થાય. જેમ જડ પદાર્થ જ્ઞાનથી રહિત છે તેમ. પરંતુ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વ સહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બંને જીવનુંજ રૂપ છે માટે અરૂપી છે.
સમસ્કૃત્ત્વદૃષ્ટિવાળાનું જાણપણું જેમ જ્ઞાન કહેવાય છે તેવી જ રીતે મિથ્યાત્વદષ્ટિવાળાનું જાણપણું અજ્ઞાન કહેવાય છે. એના ત્રણ બેદ છે. શાસ્ત્રમાં એને ત્રણ પ્રકારે વિભાજિત કર્યા છે.
૧) મતિઅજ્ઞાન - મિથ્યા દૃષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન. ૨) શ્રુતઅજ્ઞાન - મિથ્યા દૃષ્ટિનું શ્રુત તે મૃત અજ્ઞાન.