________________
૩૦૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩) વિર્ભાગજ્ઞાન - મિથ્યાદૃષ્ટિનું અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન. અજ્ઞાનના વિવિધ અર્થ
૧) વિપરીત જ્ઞાન ૨) પદાર્થોને નહિ જાણવાપણું ૩) જ્ઞાનનો અભાવ ૪) મિથ્યાજ્ઞાન ૫) સંશય વિમોહથી યુક્ત જ્ઞાન અજ્ઞાન કહેવાય (દંડક એક અધ્યયન - પૃ. ૩૩૪) ૬) સ્વપર વિવેકથી રહિત શરીરાદિ પરપદાર્થોને નિજસ્વરૂપ માનવા જે પદાર્થ જ્ઞાન થાય છે તેને અજ્ઞાન કહેવાય છે.
મતિ - શ્રત - અવધિજ્ઞાનની જે વ્યાખ્યાઓ કે સ્વરૂપ છે એમાં વિપરીતતા કે મિથ્યાત્વ હોય તો એને જ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. એમાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય છે.
મોહનીય કર્મની શુદ્ધતા કે અશુદ્ધતા પર સમક્તિ કે મિથ્યાત્વની અવસ્થા આવતી હોય છે અને એ પ્રમાણે જ્ઞાન કે અજ્ઞાન પ્રગટ થાય છે.
અનાદિકાળથી આત્મા પર જે જે ખોટી ધારણાઓ, માન્યતાઓ, કુસંસ્કારો છવાઈ ગયા છે એમાં જ રમણતા કરતા જગતના દરેક આત્માઓને, પદાર્થોને, પ્રસંગોને અને ચારિત્રોને પોતાની અપૂર્ણતાવાળી છદ્મસ્થની બુદ્ધિમત્તાથી માનવી, એનો નિર્ણય કરવો, સ્વીકાર કરવો, આત્માને મતિ - શ્રતની પર્યાયો દ્વારા અશુદ્ધ બનાવવો, અસ્થિર બનાવવો ચંચળ બનાવવો તે ‘અજ્ઞાન છે.
અજ્ઞાન એટલે બિલકુલ જ્ઞાનરહિત અલ્પ સમજણવાળું કે સમજણ રહિત એમાં નથી સમજવાનું. વિપરીત જ્ઞાનપણે વર્તતી જ્ઞાનલબ્ધિ તે અજ્ઞાન.
| (જૈન દર્શનમાં ઉપયોગ - લે. ખુબચંદ કેશવલાલ પારેખ પૃ. ૨૬) મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન મિથ્યાત્વદશામાં હોતું જ નથી માટે અજ્ઞાન સ્વરૂપે ન હોય.
જેને અજ્ઞાની માનીએ એમાં પણ આહાર - ભય -મૈથુન - પરિગ્રહ, ક્રોધ - માન - માયા - લોભ, સુખ દુઃખ વગેરે લાગણીઓ હોય છે. એ જીવો પણ ગાયને ગાય, સુવર્ણને સુવર્ણ વગેરે જે પ્રમાણે વ્યવહારમાં ઓળખાતા હોય એમ માને છે. માટે એને જ્ઞાનમાર્ગણામાં સ્થાન આપ્યું છે. ઈંદ્રયો દ્વારા થતું જ્ઞાન એમને પણ હોય છે. તેમ જ મન દ્વારા ભૂત - ભવિષ્ય - વર્તમાનનો વિચાર તેઓ પણ કરતા જ હોય છે. એમને પણ સ્મૃતિ, તર્ક, પ્રત્યભિજ્ઞાન, અનુમાન વગેરે હોઈ શકે.
પરંતુ મિથ્યાત્વી એટલે કે વિપરીત જ્ઞાન કહેતા તેઓ આત્મા - શરીર ને એકમેક એકજ માનતા હોય, પદાર્થો કે દ્રવ્યોના દ્રવ્ય, ગુણ, પર્યાયના યથાર્થ સ્વરૂપને ન જાણતા હોય, એકજ અથવા તેમાં શ્રદ્ધા ન કરતા હોય એ અપેક્ષાએ એમને મિથ્યાત્વી કહ્યા છે. વિદ્વાન પણ અજ્ઞાની હોઈ શકે છે. નવમા પૂર્વની ત્રીજી આચારવલ્થ સુધીનું અધ્યયન કરનાર પણ મિથ્યાત્વી કે અજ્ઞાની હોઈ શકે છે. જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. (સંક્ષિપ્ત જેન દર્શન પ્રશ્નોતર રૂપે - સં. શ્રી દિનેશચંદ્ર જો.