________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૦૯ મોઈ પૃ. ૪૧) બાકીનું અજ્ઞાન છે. ૧-૨ મતિઅજ્ઞાન - શ્રુતઅજ્ઞાન
જે મતિ-શ્રુત પદાર્થની જાણકારી યથાર્થરૂપે આત્મામાં ન પ્રગટાવે, જે મતિ - મૃત આત્મામાં જાણકારીની પરિણતિ વિપરીતપણે કરે તે મતિ શ્રુતઅજ્ઞાન. જેનાથી અંતમુહૂર્તમાં મિથ્યાત્વ સ્પર્શ, સંસ્કૃત કરેલા (૩૫ માર્ગાનુસારીના બોલ આદિ દ્વારા) મતિ - શ્રુત અજ્ઞાનના પર્યાય પણ અપેક્ષાએ આત્માને મદદરૂપ થાય છે, હિતકારી બને છે. સમક્તિ પ્રગટ થતાં તે જ સમયે સંસ્કૃત થયેલા - વિસ્તૃત પામેલા એ બધા જ અજ્ઞાનના પર્યાય જ્ઞાનના પર્યાયમાં રૂપાંતર થાય છે અને એટલા જ પ્રમાણમાં જ્ઞાન વિસ્તૃત પામે છે. દા.ત. વેદના પારંગત ઈન્દ્રભૂતિના વિસ્તૃત થયેલા અજ્ઞાનના પર્યાય મહાવીર સ્વામીનો ભેટો થતાં તેનું જ્ઞાનમાં રૂપાંતર થતાં પ્રથમ ગણધર બન્યા. ૩ વિર્ભાગજ્ઞાન –
વિવિધ પ્રકારના ભંગ, ટુકડા, સંકોચન તે ‘વિભંગ” મિથ્યાત્વના પર્યાયવાળું અવધિ તે વિભૃગજ્ઞાન. સમક્તિનો અભાવ હોવાથી મિથ્યાત્વને કારણે પોતાને ઉત્પન્ન થયેલા મર્યાદિત જ્ઞાનને અમર્યાદિત સંપૂર્ણ જ્ઞાન માની લે અથવા અજ્ઞાનના પર્યાય. વધતાં વિસ્તરેલા ક્ષેત્રને વિભંગ હોવાથી વિપરીતપણે ધારી લે તે વિભંગજ્ઞાન.
એમને જેટલું દેખાય - જણાય તે ખોટું ન હોય પરંતુ અજ્ઞાનના પર્યાય મિથ્યાત્વ હોવાથી તેમાં રહેલ સંપૂર્ણ સત્યતાનો નિર્ણય ન થઈ શકે તે વિભંગજ્ઞાન. માટે વિર્ભાગજ્ઞાનનું દર્શન અવધિદર્શન જ હોય છે. અવધિજ્ઞાન દ્વારા પ્રગટ થયેલા એ જ્ઞાનને અખંડ માનવું તે જ ‘વિર્ભાગજ્ઞાન”. મિથ્યાત્વીને વિભંગની વિક્રવણાથી વિપરીત પરિણતી થઈ જાય છે.
વિર્ભાગજ્ઞાન માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જ ઉત્પન્ન થઈ શકે.
મતિ-શ્રુતઅજ્ઞાન એકવાર છૂટે તો મોક્ષ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે વિર્ભાગજ્ઞાન માટે આ નિયમ નથી અભવી આશ્રી વિર્ભાગજ્ઞાન અનંતીવાર આવી ને જઈ શકે. જયારે મતિઅજ્ઞાન - કૃતઅજ્ઞાન એક વાર છૂટે તો ક્ષયોપશમ સમક્તિ આશ્રી અસંખ્યાતી વાર આવી જઈ શકે છે. એ અપેક્ષાએ અસંખ્યાતીવાર આવે ને જાય પછી અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે. મતિઅજ્ઞાન આદિ પાંચેનો ક્રમ વિશેષાવશ્યક મહાભાષ્ય પૃષ્ઠ ૧૦૫ અનુસાર
૧) પાંચ જ્ઞાનોમાં સૌથી પ્રથમ અનાદિકાળથી આત્માને મતિ -શ્રુતજ્ઞાન હોય છે. શેષ જ્ઞાનો પછી થાય છે માટે મતિ - શ્રુતજ્ઞાન પ્રથમ કહ્યા છે.
૨) “પુષ્ય સુમિત્તે ન મર્ડ સુપુબ્રિા ' મતિપૂર્વક શ્રુત થાય છે પરંતુ શ્રુતપૂર્વક મતિ થતી નથી. તેથી મતિ કારણ છે અને શ્રુત કાર્ય છે માટે તે બેમાંથી મતિ પ્રથમ અને શ્રુત પછી કહેલ છે.
૩) મતિ અને કૃતની વચ્ચે ૧) સ્વામી ૨) કાલ ૩) કારણ ૪) વિષય અને ૫)