________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯૯
કોઈ બોધ આપવા માટે પણ સુભાષિતોનો આશ્રય લેવાય છે. જીવવિચાર રાસમાં પ્રયોજાયેલા સુભાષિતો.
30
૩૧
વીષ ઢલીઉ ઉલખતો ખાય, તે મૂરયખ ભાખઈ જિનરાય. જીવ અજીવના ભેદ જે લહિ, નવઈ તત્ત્વના અરથ જે કરઈ. સમજઈ પૂરો જિનવર ધર્મ, કંદ ભખઈતો ભારે કર્મ. આ ત્રણે સુભાષિતોમાં અનંતકાયનું ભક્ષણ ન કરવા સંબંધીના વિચારો માર્મિક રીતે રજુ કરવામાં આવ્યા છે. જે જીવો સાધુ ભગવંતોને નમતા હોય અને જિનેશ્વરની પૂજા કરતા હોય. એ જીવો કંદમૂળ-અનંતકાય ન ખાય. ધર્મને સમજ્યા પછી કંદમૂળ ખાય એ મૂરખ ગણાય. એવા પુરૂષને પંડિત ન કહેવાય જે જાણીજોઈને કૂવામાં પડે એને ખાય નહિ. ખાય તો જિનરાજ એને મૂરખ જ કહે. જે જીવ-અજીવના ભેદને જાણે એવા અર્થને કહે. જે જિનવરનો પૂરેપૂરો ધર્મ સમજ્યા છતાં કંદમૂળ ખાય તો ભારેકર્મી કહેવાય છે.
૩૨
નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય, સમઝિ ધર્મ કંદ ભાખ્યું કરઈ, સો ય પુરૂષ મુરિખ મ્હાં સરઈ. પંડીતપણું તેહનું નવિજૂઈ, દેખંતો ઝંપાવઈ કૂઈ,
તત્ત્વના જાણકારને આ સુભાષિતો મર્મસ્થાને ચોટ પહોંચાડે છે. હૃદયને હલબલાવી દે છે. ચિત્તને ચોટ પહોંચાડે છે. બુદ્ધિ એના બોધને ગ્રહણ કરવા ઉત્સુક બને છે અને કંદમૂળ ત્યાગવા વિવશ બની જાય છે.
આમ, આ સુભાષિતો દ્વારા આપણા ચિત્ત પર ચોટ લાગે છે. તેથી એની ધારી અસર થાય છે.
ભાષાશૈલી
મધ્યકાલીન યુગમાં વિક્રમની સત્તરમી સદી સાહિત્ય ક્ષેત્રે સુવર્ણ સદી ગણાય છે. સોળે કળાએ ખીલેલા સાહિત્ય જગતમાં ત્યારે રાસા સાહિત્યની બોલબાલા હતી.
રાસ એટલે ગેય અને અભિનયક્ષમ સાહિત્ય પ્રકાર. વિષયની દૃષ્ટિએ રાસ રચનામાં અપાર વૈવિધ્ય મળે છે.
પ્રસ્તુત રાસ તાત્ત્વિક છે તેથી તેનું પદ્ય પણ તત્ત્વપ્રધાન જ હોય તે સ્વાભાવિક છે. છતાં એમાં સાહિત્યિક તત્ત્વ પણ રહેવાનું જ. સત્તરમી સદીની ભાષાની છાંટ પણ રહેવાની જ. તેની ભાષાશૈલીને સમજવા તેમાં વપરાયેલ વ્યાકરણ તત્ત્વનો અભ્યાસ કરવો જરૂરી છે. આ અભ્યાસ કરતા જે તત્ત્વો ઊભરીને સામે આવે છે તે આ પ્રમાણે છે. વિભક્તિ - શ્રી અનુયોગદ્ધારના ૧૬૮માં સૂત્રમાં આઠ વિભક્તિ બતાવી છે. નિર્દેશ - પ્રતિપાદક અર્થમાત્રનું પ્રતિપાદન કરવું તેનું નામ નિર્દેશ છે. જેને કર્તા પણ કહેવાય છે. આ નિર્દેશમાં ‘સુ સૌ નસ્’ આ પ્રથમા વિભક્તિ હોય છે.
૧. પ્રથમા