________________
૩૯૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અહિંસા હૃદયનો સર્વોત્કૃષ્ટ ગુણ છે. જે જ્ઞાન-ત્યાગ રૂપ સાધનાથી-જયણાથી પ્રાપ્ત થઈ શકે છે જે જીવદયાથી જ ફલિત થાય છે.
માટે જ કવિએ પણ કહ્યું છે કે સકલ ધર્મમાંહિ મુખ્યમંડો જીવદયા તે સારીજી.
જીવદયાનું પાલન કરનારને શું ફાયદો થાય એનો ઉપદેશ કવિએ બાકીની બે ગાથામાં આવ્યો છે.
પાંચે ય ઈન્દ્રિયની પરિપૂર્ણતા, દીર્ધાયુ, નીરોગીપણું, સુરૂપપણું, સુખ - દુઃખ-છેદન-ભેદનથી મુક્તિ, પાંચેય ઈન્દ્રિયથી પ્રાપ્ત થતા ભોગોપભોગ વગેરેને પ્રાપ્ત કરીને સુખ પામે છે.
પણ આ સુખ પામવા માટે “જીવવિચારનું સ્વરૂપ સમજવું જોશે. કવિ પોતાનું દૃષ્ટાંત ટાંકીને કહે છે કે મેં આ ‘જીવવિચાર” ગુરૂ આધારે સમજીને કંઠસ્થ કરીને આત્મસાત્ કર્યો છે માટે હુ ખૂબ સુખ પામ્યો છું.
જીવદયા અને પર્યાવરણ
આ સૃષ્ટિની સમગ્ર સંપત્તિ સહિયારી છે. કોઈ એક વ્યક્તિ માટે નથી જ કોઈ આ પ્રાકૃતિક સંપત્તિનો બેફામ દુરૂપયોગ કરે એ એની ગેરસમજણ છે. એ ગેરવ્યાજવી પણ છે. વિશ્વની પ્રાચીન સભ્યતા તેમ જ સંસ્કૃતિરૂપ ગણાતા ભારત દેશના દિવ્ય મહર્ષિઓએ એની રક્ષા માટે પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ વગેરે માટે મંત્રો બનાવીને પર્યાવરણના રક્ષાની દીર્ઘ દૃષ્ટિ ખીલવી હતી. જેનદર્શન પ્રમાણે તો પૃથ્વી વગેરે સજીવ છે. ચેતનાવંત છે માટે તેનો બેફામ ઉપયોગ કરવાથી એ જીવોની વિરાધના કે હિંસા થાય છે. માટે જીવદયાના પાલન પર ભાર મૂકીને આ જીવોની રક્ષા કરવા પર ભાર મૂક્યો છે. જેથી પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. સચરાચર વિશ્વના આપણે પણ એક અંશ માત્ર છીએ જેમ આપણે જીવવા ઈચ્છીએ છીએ એમ બધા જીવવા ઈચ્છે છે. માટે જીવો અને જીવવા દો’ જેથી પર્યાવરણની રક્ષા પણ થઈ જશે. આજ જીવદયા પાલનનું હાર્દ છે.
આમ આપણે પણ કવિની ઉપદેશાત્મક ગાથાઓમાંથી બોધ પામીને જીવનને આચાર-વિચારથી સમૃદ્ધ બનાવશું તો ખૂબ જ સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરીશું. ક્યાંક ક્યાંક કવિએ માત્ર બીજાને જ નહિ પણ પોતાને પણ ઉપદેશ-બોધ આપ્યો છે.
સુભાષિત કહાપણ ભરેલા, પ્રોઢ, અર્થપૂર્ણ છતાં ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત થયેલા આકર્ષક અને અપૂર્વ એવા સુંદર વિચારો અર્થગર્ભ સંસ્કારી અને કવિત્વપૂર્ણ વાણી દ્વારા પ્રગટ થાય એને સુભાષિત કહેવાય. ‘સુઝુભાષિત” સુંદર રીતે બોલાયેલો કહેવાયેલો વિચાર આવા સુભાષિતોમાં સચોટ અને ધારી અસર કરવાની અજબ શક્તિ રહેલી છે. કોઈ વર્ય પ્રસંગને અલંકૃત કરવા માટે આવા સુભાષિતો યોજાય છે.