________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૯૩ જેનદર્શનમાં આગમ અનુસાર એક માન્યતા પ્રમાણે આત્મા ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
બહિરાત્મા આત્મા શરીર અને ઇન્દ્રિયોના સમૂહરૂપ છે એવી માન્યતા ધરાવનાર, ઈન્દ્રિયોની પ્રવૃત્તિમાં રાચનાર તેમ જ શરીર, ધન - ધાન્યાદિ, સમૃદ્ધિ, કુટુંબ પરિવાર આદિમાં તલ્લીન રહેવાવાળો જે છે તે બહિરાત્મા છે તે મિથ્યાસ્વી છે.
અંતરાત્મા : આત્મા સિવાયની બાહ્ય વસ્તુને પર સમજીને તેને ત્યાગવા ચાહે કે ત્યાગે, દેહ અને આત્માને ભિન્ન માને, વ્રત - પ્રત્યાખ્યાન સ્વીકારે, કુટુંબ - પરિવારની સાથે રહેવા છતાં અલિપ્ત રહે એ અંતરાત્મા ચોથાથી બારમા ગુણસ્થાનવાળા હોય છે.
પરમાત્મા પરમાત્મા બે પ્રકારના હોય છે. અરિહંત અને સિદ્ધ. કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સર્વ પદાર્થના દ્રવ્ય ગુણ - પર્યાયને જાણનારા, દેહધારી હોય તે અરિહંત ભગવાન છે અને સર્વકર્મથી મુક્ત, સર્વકાર્ય સિદ્ધ કરનાર, સ્વસ્વરૂપમાં લીન અને મોક્ષસુખમાં બિરાજમાન છે એ સિદ્ધ પરમાત્મા છે.
બીજી માન્યતા પ્રમાણે ભગવતી સૂત્ર શતક ૧૨, ઉ. ૧૦ માં બતાવ્યા પ્રમાણે
આત્મા સ્વશક્તિએ કરીને એક જ રીતે એક જ સ્વરૂપી છે સમાન પ્રદેશી, સમાન ગુણી છે તેથી નિશ્ચયનયે એક જ ભેદ કહેવાય છે પણ વ્યવહાર નયની અપેક્ષા કેટલાક કારણોને લઈને આઠ આત્મા કહેવાય છે. ૧) દ્રવ્ય આત્મા, ૨) કષાય આત્મા, ૩) જોગ આત્મા, ૪) ઉપયોગ આત્મા, ૫) જ્ઞાન આત્મા, ૬) દર્શન આત્મા, ૭) ચારિત્ર આત્મા, ૮) વીર્ય આત્મા. આ આઠ આત્મા એક બીજા સાથે મળી જવાથી અનેક વિકલ્પ ભેદ થાય છે. કયા આત્મા ઓછા વધુ છે તે બતાવે છે.
અલ્પબહત્ત્વઃ સર્વથી થોડા ચારિત્ર આત્મા, તેનાથી જ્ઞાન આત્મા અનંતગુણા, તેનાથી કષાય આત્મા અનંતગુણા, તેનાથી જોગ આત્મા વિશેષાહિયા, તેનાથી વીર્ય આત્મા વિશેષાહિયા, તેનાથી દ્રવ્ય આત્મા અને ઉપયોગ આત્મા તથા દર્શન આત્મા માંહોમાંહે તુલ્ય ને તેનાથી વિશેષાહિયા હોય છે.
આત્માના અસ્તિત્વની સિદ્ધિ શ્રી આચારાંગ સૂત્ર - ઘાસીલાલજી મહા. ૨૧૩ મા પૃષ્ઠ પર આત્માના અસ્તિત્ત્વની સિદ્ધિ બતાવી છે જેનો સાર નીચે મુજબ છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ અ) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશયાદિ જ્ઞાન પોત પોતાના આત્મામાં સ્વસંવેદના પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્માથી અભિન્ન હોવાને કારણે આત્મસ્વરૂપ જ છે.
શંકાનો કરનાર તે અચરજ એહે અમાપ. આત્માની શંકા કરે આત્મા પોતે આપ