________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૯૭ ચાર ભૂતોનો જ ઉલ્લેખ મળે છે. આગમ યુગમાં પંચમહાભૂતવાદી હતા. તેમાંના એક શ્રી પુકુલકાત્યાયન પંચભૂતોનો સ્વીકાર કરતા હતા અને આત્માને નહોતા માનતા. તેઓ પોતાની માન્યતાને ત્રણ પ્રકારે પુષ્ટ કરે છે. ૧) શરીર હોય તો જ ચેતનાનો ઉદય થાય છે. અને શરીર નાશ પામવાથી તે નાશ પામે છે માટે ચૈતન્ય શરીરનું સિદ્ધ થાય છે આત્માનું નહિ. ૨) હું સ્કૂળ છું, હું કૃશ છું, હું દુઃખી છું, પ્રસન્ન છું, આ બધા અનુભવો શરીરગત જ છે માટે આ બધાનો સંબંધ ચેતન્ય સાથે શરીરમાં જ નિષ્પન્ન છે. ૩) ચેતન્યનો ભૌતિક પદાર્થની સાથે સંબંધ સત્યપ્રતીત થાય છે. ચૈતન્યવિશિષ્ટ
યઃ પુરુષ:” આ બૃહસ્પતિનું સૂત્ર છે. જેમ મદિરામાં માદક શક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતમાં ચેતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે.
તની તરીર’ વાદ - કેટલાકની માન્યતા પ્રમાણે શરીરની સત્તા સુધી જ જીવની સત્તા છે. શરીરનો નાશ થતા જ આત્માનો પણ નાશ થઈ જાય છે. એમના મતે પંચમહાભૂતથી ચૈતન્યનું નિર્માણ થાય છે. તેમ જ જેટલા શરીર છે તે પ્રત્યેકમાં એક અખંડ આત્મા છે. એટલે કોઈક અજ્ઞાની છે તો કોઈક પંડિત છે. જે શરીર છે તે જ આત્માઓ છે. તે આત્માઓ પરલોકમાં નથી જતા. એમનો પુનર્જન્મ નથી થતો. પુણ્ય પાપ નથી. આ લોકથી ભિન્ન બીજો લોક નથી. શરીરનો વિનાશ થવા પર આત્માનો પણ વિનાશ થઈ જાય છે.
જો કે પંચમહાભૂતવાદી શરીરને જ આત્મા કહે છે પરતું એમના મતમાં પંચભૂત જ શરીરરૂપે પરિણત થઈને દોડવું, બોલવું આદિ ક્રિયાઓ કરે છે. જ્યારે તજીવા તારીરવાદી શરીરથી ચૈતન્ય શક્તિની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ માને છે. એ જ બંને. વાદમાં ફરક છે.
તલના ૧) ચાર્વાક દર્શન નાસ્તિકવાદી છે આત્મા નામના કોઈ સ્વતંત્ર તત્ત્વ - દ્રવ્ય કે પદાર્થને માનતું નથી જ્યારે જૈન દર્શન આસ્તિકવાદી છે. આત્માને એક સ્વતંત્ર તત્ત્વ - દ્રવ્ય તરીકે માને છે. ૨) ચાર્વાક પંચભૂતોથી ચેતન્યશક્તિ પ્રગટ થાય છે એમ માને છે. એના નાશ થવાથી નાશ પામે છે એમ માને છે. જેનદર્શન આત્માને અકૃત્રિમ - અવિનાશી માને છે. આત્મા અલગ દ્રવ્ય છે. પંચમહાભૂત (પુદ્ગલ) અલગ દ્રવ્ય છે. પંચભૂતોનો ગુણ ચેતન્ય નથી અન્ય ગુણવાળા પદાર્થોના સંયોગોથી અન્ય ગુણવાળા પદાર્થોની. ઉત્પત્તિ ન થઈ શકે. જેમ રેતીને પીલવાથી તેલ ન નીકળે. તેમ પંચભૂતથી ચેતન્ય ન
ઉપજે.
૩) ચાર્વાક શરીર અને આત્માને એક માને છે. જેનદર્શન બંનેને ભિન્ન માને છે. એમના મતે આત્મા ચેતન છે. શરીર જડ છે. એક ઈન્દ્રિય દ્વારા જાણેલી વાત બીજી