________________
૧૯૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અખંડ, નિત્ય, પરિણામી, અકૃત્રિમ, અવિનાશી, દેહ પરિમાણી, અમૂર્ત, અરૂપી, નિરંજન, નિરાકાર, સ્વતંત્ર, ચેતન્યલક્ષણ, ઉપયોગ લક્ષણવાન, સુખ દુઃખનો જાણ, સુખદુઃખનો વેદક, અવિભાજ્ય અજર - અમર, નિરવયવ, અભોતિક છે.
ચાવક દર્શન ભારતીય દર્શનનું લક્ષ્ય આત્માની ઓળખ, આત્મિક વિકાસ અને મોક્ષ પ્રાપ્તિ છે. એ દર્શનના મુખ્યત્વે બે વિભાગ પડે છે આસ્તિક અને નાસ્તિક.
આત્મા કે જીવના અસ્તિત્વ અને નાસ્તિત્વનો અભ્યપગમ હજારો વર્ષથી ચાલી રહ્યો છે. ભારતીય દર્શનોમાં શ્રમણ અને બ્રાહ્મણ બંને પરંપરાના અનેક આચાર્યો - આત્માને પદ્ગલિક માની રહ્યા છે. આત્માના અસ્તિત્ત્વને નકારવામાં સૌથી વધારે પ્રસિદ્ધિ ચાર્વાક દર્શનને મળી છે.
ચાર્વાક = ચર્વ = જમવું. તેના પરથી ખાઓ, પીઓ અને મોજ કરો એવી. વિચારસરણીવાળા ચાર્વાક કહેવાય છે. यावज्जीवेस्सुखं जीवेत, ऋणं कृत्वा धृतं पीबेत्। મીમૂતરા સેકસ્ય, પુનરાગમન યુરતઃ ||દા ચાર્વાક સૂત્ર - ૬ પૃ. ૭ અર્થાત્ - જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો એટલે એશ આરામમાં રહીને બને એટલી મોજમજા કરી લો. જો મોજમજા કરવાના તમારી પાસે પૂરતા પૈસા ન હોય તો કોઈ સ્નેહી સંબંધી પાસેથી ઉછીના લો પણ ઘી પીવાનું એટલે માલમલીદા ઝાપટવાનું ચાલુ રાખો. આ દેહ બળીને ભસ્મીભૂત થઈ ગયા પછી ફરી ઉત્પન્ન થવાનો નથી.
બૃહસ્પતિના શિષ્ય ચાર્વાક દ્વારા આ મત પ્રચારિત થવાને કારણે ચાર્વાક કે બ્રાહસ્પતય નામે ઓળખાય છે. પુણ્ય પાપાદિક પરોક્ષ વાતોનું ચર્વણ કરી જવાવાળા, નિર્વિચારી લોકોની જેમ આચરણ કરવાને કારણે લોકાયત કે લોકાયતિક નામ પણ પ્રસિદ્ધ છે.
પંચમહાભૂતવાદ - એમના મતે પંચભૂત સિવાય આત્મા આદિનું કોઈ અસ્તિત્વ નથી. પંચમહાભૂત સર્વલોક વ્યાપી છે તેથી તે પંચમહાભૂત કહેવાય છે. પાંચમહાભૂત કોઈ કર્તા દ્વારા નિર્મિત નથી એને કાર્યમાં પ્રવૃત્ત કરાવવાવાળો બીજો કોઈ પદાર્થ નથી માટે સ્વતંત્ર છે જ્યારે પાંચ ભૂતો મળે છે ત્યારે તેમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ચૈતન્ય - શતિ પંચમહાભૂતથી ભિન્ન નથી. જેવી રીતે પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈને વિલીન થાય છે એમ આત્મા પણ પંચભૂતમાંથી ઉત્પન્ન થઈને એમાં જ વિલીના થઈ જાય છે. શરીરથી ભિન્ન કોઈ આત્માનું અસ્તિત્વ જ નથી, એટલે પરલોક પુનર્જન્મ અને મોક્ષનો પ્રશ્ન જ નથી ઉભવતો.
જો કે વર્તમાનમાં ચાર્વાકના જે સિદ્ધાન્ત સૂત્રો મળે છે એમાં ચાર ભૂતોનો જ ઉલ્લેખ છે. આકાશનો ઉલ્લેખ નથી. કારણ કે પ્રત્યક્ષને જ પ્રમાણ માનવાવાળા ચાર્વાક આકાશને માની પણ કેવી રીતે શકે? દર્શનયુગીન સાહિત્યમાં ચાર્વાક સંમતા