________________
૧૯૫
જીવવિચાર રાસ એક અધ્યયન કેટલાક વાક્ય પ્રમાણરૂપમાં પ્રદર્શિત કર્યા છે. ૧) જે ઝાયાવતી’ જે આત્મવાદી છે - “શ્રી આચારાંગ સૂત્ર” અધ્ય. ૧, ૫ મું સૂત્ર. ૨) “7િ ગાયા, ઝત્યિ નીવા, ને ગાયા ‘શ્રી ઠાણાંગ સૂત્ર’ પહેલો ઉદ્દેશો. 3) 'कइविहा णं भंते ! दव्वा पण्णता ? गोयमा ! दुविहा पण्णता तं जहा जीवदव्वा य अजीवदब्वाय'
શ્રી અનુયોગદ્વાર સૂત્ર’ સૂત્ર ૧૪૧ ઇત્યાદિ અનેક આગમ વાક્ય સમજી લેવા. જોઈએ.
ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ એમના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની જીવ સંબંધી શંકાનું સમાધાન કરવા પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી આત્મસિદ્ધિ કરી છે એનું સુંદર નિરૂપણ “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય’ - ભાગ ૨ પૃ. ૧ થી ૧૧ માં થયું છે. “શ્રી રાયખશ્રીય સૂત્ર’માં જીવ અને શરીર ભિન્ન છે એની સુંદર સિદ્ધિ કરી છે.
આત્માનું દ્રવ્યત્વ નિરૂપણ ગુણ અને પર્યાયથી યુક્ત હોય તેને દ્રવ્ય કહેવાય. આત્મા ચેતના આદિ અનંતગુણોથી યુક્ત છે અને જ્ઞાનોપયોગ તથા દર્શનાપયોગ આદિ અનંત પર્યાયવાળો પણ છે. આત્મદ્રવ્ય નિત્ય છે. તેના ચેતનાદિ ગુણ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપયોગ પર્યાય અનિત્ય છે. પણ ઉપયોગ પર્યાયનો પ્રવાહ ત્રિકાલવર્તી હોવાથી નિત્ય છે. આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રદેશત્વ, જ્ઞયત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ સાધારણ ગુણો છે જે બીજા દ્રવ્યોમાં પણ જોવા મળે છે. જયારે ચૈતન્ય, સુખ, વીર્ય, ઉપયોગ આદિ અસાધારણ ગુણો છે જે માત્ર આત્મામાં જ જોવા મળે છે.
આમ સમગ્રતયા જૈન દર્શનમાં સર્વજ્ઞ પ્રરૂપિત સૂત્રમાં તત્ત્વમીમાંસાનું સચોટ નિરૂપણ થયું છે. જેમાં અસ્તિત્વની દૃષ્ટિથી ષ દ્રવ્યોનું અને પારમાર્થિક દૃષ્ટિથી નવ તત્ત્વોનું વિવરણ થયું છે જે જાગતિક (જગતને લગતું) અને આત્મિક (આત્માને લગતું) ના નામે ઓળખાય છે. વિશ્વવ્યવસ્થા માટે ષટ્વવ્યનું જ્ઞાન જરૂરી છે તો તત્ત્વપ્રતિપાદન માટે નવતત્ત્વનું જ્ઞાન જરૂરી છે. ષદ્રવ્ય અંતર્ગત જીવની નિશ્ચય નય અને વ્યવહાર નથી સમજણ આપી છે. ત્યાર પછી જીવના સ્વરૂપની સપ્રમાણ છણાવટ કરી છે. સંસારી આત્મા અને મુક્ત આત્મા એ બે પ્રકારના આત્મા તેમ જ ત્રણ પ્રકાર અને આઠ પ્રકારના આત્માનું વિવેચન કર્યું છે. આત્માના અસ્તિત્ત્વની સિદ્ધિ દર્શાવીને આત્માનું દ્રવ્યનિરૂપણ કર્યું છે.
આ બધામાંથી એ નિચોડ નીકળે છે કે જેના માર્ગે આત્મા - અસંખ્યાત પ્રદેશી,