________________
૧૫
કક્ષાએ કરે છે. ઉપરાંત પશ્ચિમના દાર્શનિકોના ગ્રંથોમાં આત્મા વિશે જે જે ચિંતન છે એની ચર્ચા, સમાનતા, તુલના અને વિશેષતા વગેરે તત્ત્વોની. ચર્ચા પણ લેખિકા અહીં કરે છે. લેખિકાની બહુશ્રુતતા આપણને અહીં પ્રભાવિત કરે છે. આ દ્રષ્ટિએ આ ગ્રંથનું પ્રકરણ -૪ જીવ વિશેની વિચારણા. મનનીય અને વાચકની જિજ્ઞાસાને સંતોષે એવું છે. એ જ રીતે પ્રકરણ છે તુલનાત્મક અધ્યયનનું છે. આ બે પ્રકરણનું સ્વતંત્ર વ્યક્તિત્ત્વ છે. સાથેસાથ આ શોધ પ્રબંધકને સમગ્ર રીતે સંતુષ્ટ અને પૂરક બની રહે એવા આ પ્રકરણો છે.
જીવ તત્ત્વના વિશાળ આકાશનું અહીં વિગતે વર્ણન છે. જીવ સાથે પાપ પુણ્ય, કર્મનું વળગણ, એ થકી જીવનું પુનઃજન્મમાં સ્થાન, યોનિ, સ્વરૂપ, સ્વર્ગ, નરક અને અંતે સિદ્ધત્વ મોક્ષની પ્રાપ્તિ આ બધી વિગતની વિગતે ચર્ચા અહીં અન્ય ગ્રંથોના સંદર્ભો સાથે કરી છે. આ વિષયમાં લેખિકા પ્રાચીનથી અર્વાચીન સુધી તે છેક વર્તમાનમાં વિજ્ઞાન સુધી પોતાની લીટી દોરે છે. લેખિકાનું આ જીવ વિષયમાં વૈજ્ઞાનિક સંશોધન તો કાબીલે દાદ છે.
વનસ્પતિમાં જીવ છે એ આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યું છે જે જૈન શાસ્ત્રોએ યુગ પહેલાં જ કહેલું છે, અને સાબિત કર્યું છે. એથી વિશેષ પૃથ્વી અને પહાડમાં પણ જીવ છે અને પહાડ પણ વધે ઘટે છે એ જૈન શાસ્ત્રોએ સાબિતિ સાથે કહ્યું છે, સિદ્ધ કર્યું છે. આ બધા શાસ્ત્રો- સત્યોનો નિર્દોષ વિદૂષિ લેખિકા જીવ તત્ત્વની સાથોસાથ કહે છે. એ જ રીતે કષાય, આભામંડળ, લેશ્યા, રંગવિજ્ઞાન વગેરેની શાસ્ત્રજ્ઞ દૃષ્ટિએ તેઓ વિગતે ચર્ચા કરે છે. આ ચર્ચા સાથે લેખિકાએ આધુનિક સંદર્ભોનો પણ ઉપયોગ ક્યું છે. અહીં લેખિકાની સક્તાની વાચકને અનુભૂતિ થાય છે.
ઋષભદાસજીની આ કૃતિને અન્ય લહિયાઓએ પણ નકલ સ્વરૂપે લખી. હોય એ સ્વાભાવિક છે કારણકે ત્યારે મુદ્રણકળાના શ્રી ગણેશ મંડાયા ના હતા એટલે અનેક નકલો કરવી એ પ્રથા હતી. અહીં લેખિકા ઋષભદાસની માત્ર એક નકલ – મૂળ નકલનો જ અભ્યાસ કરીને સાથોસાથ અન્ય નકલોનો અભ્યાસ કરી પાઠાંતરની વિગતો પણ પ્રસ્તુત કરે છે. જે લેખિકાના લિપિજ્ઞાનની સિદ્ધિના આપણને દર્શન કરાવે છે. આ શ્રમ માટે લેખિકા ખરે જ અભિનંદનના અધિકારી બને છે.
શ્રુત પરિશ્રમ કેવો હોય એનું આ નિબંધ દષ્ટાંત છે. જીવ આત્મા વિશેનું તત્ત્વ સંશોધન જિજ્ઞાસુને વિચાર વૈભવથી અહીં ધન્ય કરી દે છે.
પોતાના આ મહાનિંબધને પૂર્ણ કરતાં ‘નિષ્કર્ષ” શીર્ષકથી એમણે જે