________________
૧૪
કરતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય ‘જીવની વિગતે ચર્ચા પણ કરી છે.
આ વિશાળ શોધ પ્રબંધની જ્ઞાનયાત્રા કરતાં કરતાં જેમ જેમ વાચક ગતિ કરે છે તેમ તેમ વાચકની પ્રજ્ઞા અને હૃદયની પ્રગતિ થતી રહે છે. અને એમાનું જ્ઞાનબીજ કબીરવડ બનતું જણાય છે. વિદ્યાનુરાગી પ્રબંધકારની આ જ્ઞાનયાત્રા માહિતી તત્ત્વથી રસભરી બની છે.
પ્રબંધકારે કવિ ઋષભદાસની મૂળ પ્રત મેળવી, એ પ્રતની, ભાષા અને લિપિને નિજ અભ્યાસથી ઉકેલી એને વર્તમાન લિપિમાં પ્રસ્તુત કરી એ પંક્તિઓના અર્થઆકાશને વાચક સમક્ષ ખૂલ્લું મૂકી મૃતોદ્ધારનું પુણ્ય કાર્ય કર્યું
| સર્વ પ્રથમ તો આવા લિપિ અભ્યાસ માટે પાર્વતીબહેનને આપણે અભિનંદીએ અને વર્તમાનમાં જૈન ભંડારોમાં આવી અગણિત હસ્તપ્રતો પડી છે તેને ઉકેલવાનું પુણ્ય કર્મ કરી શ્રુત સેવા અને શ્રુત ભક્તિ તેઓ કરે એવી એમની પાસેથી અપેક્ષા રાખીએ. આ શોધ નિબંધમાં પ્રસ્તુત હસ્ત પ્રતોની ગૌરવ ગાથા પ્રકરણ વાંચવા જિજ્ઞાસુઓને વિનંતી કરું છું. હસ્તપ્રત વિશેનો લેખિકાનો વિશદ્ અભ્યાસ અને ઈતિહાસ અહીં ઉજાગર થાય છે. ઉપરાંત આ શોધ નિબંધ માટેની લેખિકાની પાત્રતાની યથાર્થતાના અહીં દર્શન થાય
ઋષભદાસજી ભક્ત પહેલા છે. ભક્ત છે એટલે જ્ઞાની કવિ છે. લેખિકાએ અહીં ઋષભદાસજીનું જીવન અને કવિકર્મ વિગતે અને રોચક શૈલીમાં આલેખ્યું છે. કવિની અન્ય કૃતિઓની ચર્ચા કરી કવિના આગમજ્ઞાનની તેમ જ કવિના અન્ય ગ્રંથોના અભ્યાસની પ્રશંસા કરી છે. કારણકે આ જીવ તત્ત્વ વિચારનું મૂળ આગમ કહ્યું એમ શ્રી પન્નવણાસૂત્ર તેમ જ અન્ય કૃતિ છે. કવિનું અધ્યયન માત્ર આ આગમ પૂરતું જ સમિતિ નથી પણ અન્ય આગમો અને શાસ્ત્રોનો અભ્યાસ પણ ઋષભદાસજીને છે. એની પ્રતિતિ લેખિકા પૂરા સંદર્ભો સાથે કરાવે છે. લેખિકાની અધ્યયનપ્રિયતા અને સંશોધનની ધગશની પ્રતિતિ અહીં આપણને થાય છે. ઉપરાંત લેખિકા કવિની ભાષા, અલંકાર અને કવિના છંદ જ્ઞાનનું દર્શન કરાવી કવિના સાહિત્યિક પક્ષની તુલના પણ કરે છે.
જૈન પરિભાષામાં જીવ એટલે આત્મા, જે શાશ્વત છે. દેહ નાશવંત છે. જીવ આત્મ કર્મ પ્રમાણે વિવિધ યોનિમાં જન્મ લે છે, દેહ ધારણ કરે છે અને કર્મક્ષય કર્મશૂન્ય થતા સિદ્ધ ગતિને પામે છે. આ આત્માની અન્ય ધર્મ અને દર્શનોમાં જે વ્યાખ્યા છે એની ચર્ચા અને તુલના લેખિકા એક ચિંતકની