________________
બહુશ્રુત જ્ઞાન તપની પરિણતિ -
જીવ વિચાર રાસ એક અધ્યયન બસો આઠ ગ્રંથો અને અનેક સામયિકોનું અધ્યયન. ચોત્રીસ ગ્રંથાગારોની મુલાકાત અને જે કવિની કૃતિ વિશે શોધનિબંધ લખવાનો છે એ શ્રાવકકવિ ઋષભદાસજીએ જે સ્થાને આસનસ્થ થઈને નિજ કૃતિને શબ્દસ્થ અને પદસ્થ કરી હતી એ પવિત્ર સ્થળને હૃદય અને ચક્ષુથી સ્પર્શીએ પછી ચિંતનમય પરિશ્રમ કરીને જે શોધ પ્રબંધ લખાયો હોય એમાં જ્ઞાનનો મહાસાગર ઉછળતો દેખાય એવી પ્રતિતી થાય તો એ અતિશયોક્તિ નથી જ.
વિદ્યા પ્રાપ્તિની તડપન એક સાધારણ ગૃહિણી શ્રાવિકાને કેવા જ્ઞાનસાગર અને યશશિખર પાસે લઈ જાય છે એનું સચોટ ઉદાહરણ એટલે પાર્વતીબહેનથી ડૉ. પાર્વતીબહેન નેણશી ખીરાણી.
શ્રાવક કવિ ઋષભદાસે ૧૭મી સદીમાં અનેક કાવ્યરચનાઓ કરી, એમાં જીવ વિચાર રાસ એ એક મહત્વની તાત્વિક કૃતિ છે જેન આગમ પન્નવણા સૂત્ર ઉપર આધારિત છે.
શ્રી પાર્વતીબહેને પોતાના શોધ પ્રબંધ માટે ઋષભદાસની આ કૃતિ પસંદ કરી એમાં પાર્વતીબહેનની તત્ત્વ જીજ્ઞાસાનું દર્શન થાય છે.
વિદૂષી ડૉ. કલાબહેનના માર્ગદર્શન દ્વારા પાર્વતીબહેન આ પરિશ્રમ અને ચિંતનનો મહાયજ્ઞ આરંભિયો એના પરિણામે એમને પીએચ.ડી. જેવી શીર્ષસ્થ ઉપાધિ પ્રાપ્ત થઈ.
આવા તાત્વિક વિષય માટે કવિએ રાસાના સ્વરૂપને શા માટે સ્વીકાર્યું એ પ્રસ્ત થાય. સામાન્ય રીતે જેમાં કથા અથવા ચારિત્ર તત્વ હોય એવી વસ્તુને જ રાસાનું સ્વરૂપ અપાતું હોય છે. પરંતુ કવિએ આવા જીવ’ તત્ત્વને વિસ્તારથી કહેવા માટે આ રાસા સ્વરૂપ સ્વીકાર્યું. એમાં કવિનો એ અભિપ્રેત છે કે “જીવ” રાસાની જેમ પુરુષ પ્રકૃતિના તત્ત્વની જ સાથે વલયભ્રમણ કરતો જ રહે છે. એ સુખના તાલમાં મસ્ત છે. પરંતુ અંતે તો પ્રત્યેક જીવે’ અલગ થઈને રાસના વર્તુળમાંથી જન્મોજન્મના ફેરામાંથી બહાર નીકળી જવાનું જ છે.
આ શોધપ્રબંધમાં રાસનું પ્રકરણ, એક સ્વતંત્ર પુસ્તિકા જેવું છે. પ્રબંધકારની અભ્યાસનિષ્ઠાની અહીં વાચકને પ્રતિતિ થાય છે.
લેખિકાએ સર્વ પ્રથમ મૂળ પ્રત પ્રસ્તુત કરી પછી પંક્તિ ક્રમ પ્રમાણે અર્થ અને પ્રત્યેક પંક્તિમાં આવતા તત્ત્વોની વિશદ ચર્ચા કરી છે. ઉપરાંત આ કવિની મૂળ કૃતિનું મૂળ જે આગમ છે એ આગમના પણ તત્ત્વની ચર્ચા કરતા