________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૦૯ એક પ્રતમાં ઢંબાવતી નગરીના ઘોરી શ્રાવકોનો આર્થિક – ધાર્મિક પરિચય નામોલ્લેખ સહિત આપ્યો છે. મુનિવરોને મુનિચર્યામાં સહાયક થાય એવા સ્થાનો છે. જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે.
ઊપાસરો દેહરૂ નિ હાટ અત્યંત દૂરિ નહી તે વાટ, ઠંડિલ ગોચરિ સોહોલી આહિ, મુનિ રહિવા હીડઈ અહી પ્રાહિ. ૨૧) હીરવિજયસૂરિ રાસ : સં. ૧૬૮૫ આસો સુ. ૧૦ ગુરૂવાર ખંભાતમાં રચ્યા.
આ કૃતિ આનંદકાવ્ય મ. મો. ભાગ - ૫ માં પ્રકાશિત થઈ છે. ૩૨૪ પાનાના આ રાસમાં શહેનશાહ અકબરે જેમને જગદ્ગુરૂનું બિરૂદ આપ્યું હતું એવા જેના શાસનોદ્ધારક આચાર્ય શ્રી હીરવિજયસૂરિનું પરમોત્કૃષ્ટ ચરિત્ર નિરૂપણ થયું છે. જે કવિ ઋષભદાસ એક અધ્યયનને આધારે નીચે રજૂ કરું છું (પૃ. ૮૬ થી ૧૦૮)
- ઈ.સ. ૧૫૨૭ માગસર સુદ – ૯ સોમવારના પાલનપુરના જેન ઓસવાલ કુંઅરો શાહની ધર્મપત્ની નાથીબાઈની કુક્ષિએ જન્મ લેનાર હીરવિજયસૂરિ ૧૩ વર્ષની ઉંમરે તપગચ્છના ૫૭મા પટ્ટધર શ્રી વિજયદાનસૂરિના હસ્તે કા. વ. ૨ સોમવારના દિક્ષિત થયા હતા. ૨૪મે વર્ષે પંન્યાસ, ૨૫મે વરસે ઉપાધ્યાય અને ૨૭મે વર્ષે પોષ વદ પાંચમના આચાર્યપદ મેળવી તપગચ્છના ૫૮મા પટ્ટધર બન્યા.
અકબર બાદશાહે ચંપા શ્રાવિકાના છ માસિક તપથી પ્રભાવિત થઈ એમના ગુરૂ શ્રી હીરવિજયસૂરિને મળવા આમંત્રણ મોકલ્યું. એ આમંત્રણ સ્વીકારી ખંભાતથી વિહાર કરીને ફતેહપુર પહોંચ્યા. રાજાએ, મોકલાવેલ રથ, ઘોડા, પાલખીનો અસ્વીકાર કર્યો તેથી બાદશાહ ખૂબ જ પ્રભાવિત થયા. પછી તો જેન ધર્મની ખૂબીઓ જાણી વધારે પ્રભાવિત થતા શ્રી હીરવિજયસૂરિથી પ્રતિબોધિત અકબરે પોતાના રાજ્યમાં પર્યુષણના આઠ દિવસ અને આગળ-પાછળના બે દિવસ એમ ૧૨ દિવસ અહિંસા પળાવતા તથા બાર ગાઉના ડામર તળાવમાં માછલા મારવાનું બંધ કરવાનું ફરમાન કાઢયું. આ ઉપરાંત વર્ષના બધા રવિવાર, ત્રણ અઠ્ઠાઈઓ (કાર્તિકી, ફાલ્ગન, અને અષાઢી) ના ચોવીસ દિવસ અને અકબરનો પોતાની વર્ષગાંઠનો દિવસ આટલા દિવસોમાં પોતાના રાજ્યમાં હિંસા બંધ કરાવી. પોતે પાંચસો ચકલીની જીભ ખાતો હતો તે વગેરે માંસાહાર અને હિંસા ત્યજી દીધી.
બધા ધર્મના પંડિતોને ભેગા કરી તેમને જગદ્ગુરૂનું બિરૂદ આપ્યું. અકબરના દરબારમાંથી ગુજરાત તરફ પાછા ફરતા વચ્ચે વિહારમાં મેડતાના નવાબ (રાજા) મીરજાખાનને પ્રતિબોધ્યો. પોતાના પટ્ટધર શિષ્ય વિજયસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયાનંદસૂરિને પોતે જાતે સિરોહીમાં દીક્ષા આપી. ખંભાતના ખોજા સરદારને પ્રતિબોધી અહિંસાપ્રેમી બનાવ્યા. તેમના શિષ્ય શ્રી નંદવિજય શતાવધાની હતા.