________________
૧૦૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઉત્તમ કૃતિ છે. ૧૫)જીવત સ્વામીનો રાસ : ૨૨૩ કડી, ર.સં. ૧૬૮૨ વૈશાખ વદ ૧૧ ગુરૂવાર ખંભાતમાં રચાણો નામ પરથી લાગે છે કે (આદિ નથી) આમાં જેનોના અતીત ચોવીસીના ‘જીવંતસ્વામી’ નામના તીર્થંકરની ધર્મકથા હોવી જોઈએ. આમાં જિન પૂજાનો મહિમા બતાવ્યો હશે એમ અંતની પ્રશસ્તિ પરથી લાગે છે. અંતમાં કવિ કહે છે.
જીવિતસ્વામી જિનવર મનોહર, પ્રણમેં જસ સુરરાજ ઋષભ કહે એ રાસ સુણતા વાધિ લખ્યમ લાજ
રચીઉ રાસ અનોપમ આજ ૧૬) પૂજાવિધિ રાસ : ૫૬૬ કડી, ર.સં. ૧૬૮૨ વૈશાખ સુદ ૫ ગુરૂવાર ખંભાતમાં રચાયેલો આ રાસ હજુ અપ્રગટ છે. એમાં નામ પ્રમાણે પૂજાની વિધિ હોવી જોઈએ. જીવત સ્વામી રાસથી પહેલા સપ્તાહે રચાયો છે. ૧૭) શ્રેણિક રાસ ઃ ૭ ખંડ, ૧૮૫૧ કડી .સં. ૧૬૮૨ આસો સુદ - ૫ ગુરૂવાર ખંભાતમાં રચાયેલ આ કૃતિ પણ અપ્રગટ છે નામાનુસાર એમાં શ્રેણિક રાજાનું ચરિત્ર હોવું જોઈએ. આદિમાં સરસ્વતી સ્તુતિ અને અંતમાં ખંભાત નગરીનું વર્ણન તેમ જ રાસના ૭ ખંડ સુણતા થતા લાભ કહ્યા છે. ૧૮) કવન્ના રાસ : ૨૮૪ કડી .સં. ૧૬૮૩ અપ્રગટ કૃતિ છે. આદિમાં ઋષભદેવની સ્તુતિ અંતમાં આ રાસ સાંભળતા પ્રાપ્ત થતું ફળ બતાવ્યું છે. એમાં કેટલાક શબ્દો ગેરહાજર છે. ૧૯) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ : ૨૯૪ કડી .સં. ૧૬૮૪ શ્રાવણ વદ -૨ ગુરૂવાર
“ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચેના વિખવાદને સમાવવા તથા બંને મતના વાદ વિવાદની અથડામણ અટકાવવા માટે તપગચ્છના આચાર્ય શ્રી વિજયદાનસૂરિએ સાત બોલ નામે સાત આજ્ઞાઓ જાહેર કરી. પણ જોઈએ એવો વિરોધ શમ્યો નહિ. તેથી ત્યાર પછી આચાર્ય પદવી પામેલા શ્રી હીરવિજયસૂરિએ સાત બોલ પર વિવરણ કરીને બાર બોલ એ નામે બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. પ્રમાણ અને દૃષ્ટાંત વડે એ બાર બોલનો હેતુ સ્પષ્ટ કરવા ઋષભદાસે આ રાસ રચ્યો છે.”
આ બાર બોલ માટે જુઓ જેન જે. કો. હેરલ્ડનો એતિહાસિક અંક, ૧૯૧૫નો , ભેળો ૦-૯ અંક. ૨૦) મલ્લિનાથનો રાસ : ૨૯૫ કડી .સં. ૧૬૮૫ પોષ સુદિ ૧૩ રવિવાર ખંભાતમાં ત્રંબાવતીમાં અપ્રગટ કૃતિ.
સરસ્વતીનું વર્ણન સહિત સ્મરણ કરીને મલ્લિનાથ તીર્થંકરનો રાસ રચ્યો છે. જ્ઞાતાધર્મકથાગ સૂત્રને આધારે રચેલા રાસમાં મલ્લિનાથ ભગવાનના ગુણગ્રામ કર્યા છે.