________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૯ ગતાગતિ એટલા બોલ નથી લીધા જ્યારે પ્રાણ જીવાજેનિ, કાયસ્થિતિ વગેરે ઉમેર્યા છે. જીવાભિગમમાં સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય આદિની ઋદ્ધિ અલગ અલગ બતાવી છે. જયારે જીવવિચાર રાસમાં પાંચ બાદર સ્થાવરની ઋદ્ધિ સમુચ્ચય એકેન્દ્રિયમાં જ બતાવી છે. માત્ર આયુષ્ય, ઉપપાત અને ચ્યવન એ ત્રણ દરેક સ્થાવરના અલગ અલગ બતાવ્યા છે. તેમ જ સૂક્ષ્મની એકે ઋદ્ધિ બતાવી નથી. જે બતાવી છે તેમાંથી પણ એકેન્દ્રિયમાં સંહનન, કષાય, દષ્ટિ, દર્શન, જ્ઞાન એટલા બોલનું કોઈ વિવેચન નથી. જીવાજોનિ પણ એકેન્દ્રિયની અંતર્ગત બતાવી છે. પાંચેની અલગ અલગ નથી બતાવી. જીવાભિગમમાં ચાર સંજ્ઞા અને ઉપયોગ બે બતાવ્યા છે. જયારે જીવવિચાર રાસમાં સંજ્ઞા દશ અને ઉપયોગ ૧૨ માંથી કોને કેટલા હોય તે બતાવ્યું છે. તેમ જ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિયમાં આ ર૩માંથી ૮ - ૯ - ૧૦ - ૧૬ - ૧૮ - ૨૧ - ૨૩ એટલી ઋદ્ધિ બતાવી નથી તેની બદલે, પ્રાણ, જીવાજોનિ, કાયસ્થિતિ એટલા બોલ લીધા છે. ચ્યવન - ઉપપાતમાં ને દંડક આશ્રી નહિ પણ સંખ્યાતા - અસંખ્યાતા - અનંતામાંથી કેટલા ઉપજે એ દર્શાવ્યું છે. સંજ્ઞા - ૧૦ લીધી છે. અને ઉપયોગ - ૧૨ માંથી લીધા છે. બેઈન્દ્રિય - તેઈન્દ્રિયમાં પાંચ અને ચોરેન્દ્રિયમાં છ ઉપયોગ હોય. પ્રાણ- બેઈન્દ્રિયમાં - ૬, તેઈન્દ્રિયમાં - ૭, ચોરેન્દ્રિયમાં - ૮ હોય. ત્રણેની જીવાજોનિ ૨-૨ લાખ હોય.
નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની ૨૩ પ્રકારની ઋદ્ધિમાંથી ૮-૯-૧૦-૧-૧૮૨૧ એટલી ઋદ્ધિ નથી બતાવી ૧૭ ઋદ્ધિ તેમ જ જીવાજોનિ, કાયસ્થિતિ અને પ્રાણ બતાવ્યા છે. સંજ્ઞા ૧૦ બતાવી છે અને ઉપયોગ ૧૨ બતાવ્યા છે. ચ્યવન - ઉપપાતમાં દંડક નહિ. સંખ્યાતા - અસંખ્યાતા પણ બતાવ્યા છે. પહેલા દેવની પ્રરૂપણા કરી છે પછી ક્રમશઃ માનવ, તિર્યંચ અને નારકીની પ્રરૂપણા કરી છે.
દેવની ઋદ્ધિમાં માત્ર અવગાહના, સંઘયણ, આયુષ્ય, વેદ, કાયસ્થિતિ ૩૩ સાગર, ઉપપાત, ચ્યવન ગતાગતિ એટલા જ બોલ બતાવ્યા છે. બાકીના બોલ નથી. બતાવ્યા. બધામાંથી એક દેવતામાં આહાર દ્વારની પ્રરૂપણા છે દેવને કવલ આહાર ન હોય.
માનવીની ઋદ્ધિમાં પૂર્વોક્ત ૧૭ ઋદ્ધિ ઉપરાંત - પ્રાણ ૧૦, જીવાજોનિ ૧૪ લાખ, કાયસ્થિતિ - ૭ કે ૮ ભવનું નિરૂપણ થયું છે. એમાં છ લશ્યાનું દૃષ્ટાંત અને માનવભવની દુર્લભતા બતાવી ઉપદેશ આપ્યો છે. ૧ સમયે સંખ્યાતા - અસંખ્યાતા ઉપજે જો કે ગર્ભજ મનુષ્ય ૧ સમયે સંખ્યાતા જ ઉપજે. ( ગમા અધિકારને આધારે) સંમૂચ્છેિમ મનુષ્યમાં પણ પૂર્વોક્ત ૧૬ ઋદ્ધિ ઉપરાંત પ્રાણ નવ, કાયસ્થિતિ ૭ કે ૮ ભવની હોય. પણ અહીં સંખ્યાતા કાળની બતાવી છે. ૧ સમયે સંખ્યાતા, અસંખ્યાતા. ઉપજે. જીવાજોનિ ૧૪ લાખની પ્રરૂપી છે. ૧૪ સંમૂચ્છિમ જીવને ઉપજવાના ૧૪ સ્થાનને બદલે ૧૬ ઠામ આપ્યા છે.