________________
૪૫૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જુગલિયા મનુષ્યનો કોઈ જ ઉલ્લેખ નથી.
ગર્ભજ તિર્યંચની ઋદ્ધિમાં પૂર્વવત્ ૧૭ ઋદ્ધિમાંથી કષાયને વર્જીને ૧૬ ઋદ્ધિનું નિરૂપણ છે. તે ઉપરાંત પ્રાણ ૧૦, કાયસ્થિતિ ૭ કે ૮ ભવ, જીવાજોનિ ચારલાખ બતાવી છે. ૧ સમયે સંખ્યાતા - અસંખ્યાતા જીવ ઉપજે.
સંમૂચ્છિમ તિર્યંચમાં પણ પૂર્વવત્ ૧૭ ઋદ્ધિનું પ્રરૂપણ છે. તે ઉપરાંત પ્રાણ નવ, કાયસ્થિતિ સાત ભવ (જો કે એની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય. ગમા અધિકાર ભગવતી સૂત્રના ૨૪ માં શતકમાં છે એમાં આઠ ભવ બતાવ્યા છે.) ૧ સમયે સંખ્યાતા અસંખ્યાતા ઉપજે. આ ઉપરાંત જીવાભિગમમાં ઉપયોગ - ૬ બતાવ્યા છે પણ અહીં ઉપયોગ ચાર બતાવ્યા છે. તેમજ ભુજપરિસર્પનું આયુષ્ય બોંતેર હજાર વર્ષનું અને અવગાહના નવ યોજનાની બતાવી છે તે જીવાભિગમ સૂત્રમાં ૪૨૦૦૦ વર્ષનું આયુષ્ય અને અવગાહના પૃથક ધનુષ્યની બતાવી છે તે વધારે યોગ્ય છે. પન્નવણાદિમાં પણ આ જ પ્રમાણે છે. યોનિ ૪ લાખની બતાવી છે. ૧ સમયે સંખ્યાતા અસંખ્યાતા ઉપજે.
નારકીની ઋદ્ધિમાં પૂર્વવત્ ૧૭ બોલ ઉપરાંત પ્રાણ-૧૦, ૧ સમયે સંખ્યાતા. અસંખ્યાતા ઉપજે. જીવાજોનિ ૪ લાખ કહી છે. કાયસ્થિતિ બતાવી નથી. એની. ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ હોય છે. તેથી ૩૩ સાગરની દેવ પ્રમાણે હોય. આ ઉપરાંત જીવવિચાર રાસ માં ૨૧૨ થી ૨૯૦ મી ૭૯ ગાથામાં નારકીનું વર્ણન છે. તેમાંથી નારકના ક્ષેત્રનું માપ, પાથડા, નરકાવાસ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં પૃ. ૧ થી ૩૫૮ સુધીના નરકનાં વર્ણનમાં છે એ જ રીતે છે.
આમ સમગ્રતઃ વિચાર કરતાં જણાય છે કે શ્રાવક કવિ ઋષભદાસ શ્રી શાંતિસૂરિના જીવવિચાર પ્રકરણ કરતાં જીવાભિગમ સૂત્ર ને વધુ અનુસર્યા છે. જો કે એમના દ્વારોનો ક્રમ ક્યાંય એક સરખો નથી. જેમ કે એકેન્દ્રિયમાં અવગાહના, આયુષ્ય, લેશ્યા, શરીર, સંસ્થાન, દર્શન, ઉપયોગ, પર્યાપ્તિ, વેદ, પ્રાણ, જીવાજોનિ, કાયસ્થિતિ, દષ્ટિ, સંજ્ઞા આ રીતે ક્રમ છે તો બેઈન્દ્રિયમાં આ ક્રમ પ્રાણ, સંઘયણ આદિથી પ્રારંભાયો છે. તેઈન્દ્રિયમાં શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા આદિથી શરૂ થાય છે. ચોરેન્દ્રિયમાં લેશ્યા, કષાય, સંઘયણ આદિથી શરૂ થાય છે. પંચેન્દ્રિયમાં વેશ્યા, સંઘયણ, અવગાહના વગેરેથી શરૂ થાય છે. દેવમાં ઉપપાત, ચ્યવન વગેરેથી શરૂઆત છે. મનુષ્યમાં કષાય, વેદ વગેરેથી પ્રારંભ છે. તિર્યંચમાં લેગ્યાથી પ્રારંભ છે. નારકીમાં ઉપપાત, ચ્યવનથી પ્રારંભ છે.
આમ દરેકમાં દ્વાર આગળ પાછળ છે. એકરૂપતા નથી. કદાચ પ્રાસ કે રાગ