________________
જીવવિચાર રાસ એક અધ્યયન બેસાડવા આમ કર્યું હશે.
૪૫૧
શ્રી આચારાંગજી સૂત્ર
સાથે તુલના
આગમ સાહિત્યમાં સૌથી મહત્ત્વનું સારભૂત આગમ હોય તો તે છે ૧૧ અંગમાંનું પ્રથમ અંગ ‘શ્રી આચારાંગજી.’
એમાં પુનર્જન્મ દ્વારા આત્માની ત્રૈકાલિકતા સિદ્ધ કરવામાં આવી છે. જીવતત્ત્વની સિદ્ધિ કરીને સ્થાવર જીવોની પંચેન્દ્રિય જીવો સાથે તુલના કરી છે.
આત્મજીજ્ઞાસાથી પ્રારંભ થતા આ આગમના શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં ષડ્થવનીકાયનું વર્ણન ખરેખર મૌલિક છે. ત્રસ જીવોનું પ્રતિપાદન અન્ય સાહિત્યમાં ઘણી જગ્યાએ પ્રાપ્ત થાય છે. કોઈ કોઈ જગ્યાએ વનસ્પતિકાયની સિદ્ધિ થઈ છે. તો ક્યાંક પાણીમાં રહેલા ત્રસ જીવો દ્વારા પાણીને સજીવ માન્યું છે. પરંતુ પૃથ્વી, અગ્નિ, વાયુની સજીવતાની સિદ્ધિ તો જૈનદર્શનમાંથી જ મળે છે. જે એની મૌલિકતા સિદ્ધ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર માં સ્થાવર જીવોની વેદનાનું નિરૂપણ સર્વથા મૌલિક છે. મનુષ્ય શરીર સાથે વનસ્પતિની તુલના ધ્યનાકર્ષક છે. સ્થાવર જીવોમાં વનસ્પતિ જીવોની ચેતના અત્યધિક સ્પષ્ટ છે તેથી એની તુલના માનવ શરીર સાથે કરવામાં આવીછે. જેમ કે એ મનુષ્યની જેમ જન્મશીલ, વૃદ્ધિશીલ, સચેતન, છેદવાથી સૂકાઈ જાય, આહારક, અનિત્ય, અશાશ્વત, ચય ઉપચયવાળી અને પરિણમન શીલ છે. (શ્રી આચારાંગ સૂત્ર - ૧, ઘાસીલાલજી મહારાજ સાહેબ. પૃ. ૬૩૭, ૧ હું અધ્યયન ઉ. - ૫ સૂત્ર - ૮)
એવા ‘શ્રી આચારાંગ સૂત્ર’માં ભગવાન મહાવીરે ષડ્થવનીકાયનું પ્રતિપાદન કર્યું છે. એનું વિશેષ વિવેચન ‘શ્રી આચારાંગ ભાષ્ય’માં કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે. ૧) પૃથ્વીકાયિક જીવો વ્યાઘાત ન પડે તો છ એ દિશાઓથી નિઃશ્વસન કરે છે. તથા વ્યાઘાત પડવાથી ૩,૪,૫ દિશાઓથી શ્વાસોચ્છ્વાસ લે છે.
૨) કરણ એટલે પ્રવૃત્તિ, સંવેદન તેમ જ જ્ઞાન. પૃથ્વીકાયના જીવોમાં બે પ્રકારના કરણ છે.
-
૩) વેદના શુભાશુભ બંને પ્રકારનું વેદન કરે છે.
૪) અવગાહના આ જીવોના શરીરની અવગાહના અત્યંત સૂક્ષ્મ હોય છે. ૫) દૃશ્યતા આ કાયના અસંખ્ય જીવોના પિંડભૂત શરીરને જ જોઈ શકાય છે. ૬) ભોગિત્વ માત્ર એક સ્પર્શેન્દ્રિય હોય માટે ભોગી છે. કામી નથી.
૭) આશ્રવ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, જોગ એ પાંચે આશ્રવ છે. ૮) જરા ને પ્રાપ્ત કરે છે.
૯) શોક દુઃખ પામે છે.
૧૦) ઉન્માદ - ૩ છે અશુભ પુદ્ગલજનિત, યક્ષ જનિત અને મોહોદયજનિત