SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૧) સંજ્ઞા - ૧૦ હોય ૧૨) મનનો વિકાસ બહુ જ ઓછો ને અવ્યક્ત હોય. ૧૩) આહારની અભિલાષા પ્રતિક્ષણ થાય. ૧૪) ઉપચય - વૃક્ષવત સૂક્ષ્મ સ્નેહ તેમ જ ઉપચય થાય. “ ૧૫) કષાય - ૪ હોય, પણ સૂક્ષ્મ હોવાને કારણે ઈંદ્રિય જ્ઞાનનો વિષય ન બને. ૧૬) જ્ઞાન- મૂછયુક્ત પ્રાણીના જ્ઞાન જેવું જ્ઞાન હોય. ૧૭) લેશ્યા - ૪ છ લેગ્યામાંથી પ્રથમની ચાર લેશ્યા હોય. જે રીતે પૃથ્વીકાયનું વર્ણન છે એ રીતે બીજા સ્થાવરોનું પણ સમજવાનું છે. અતિન્દ્રિયજ્ઞાનથી એ સિદ્ધ થાય છે કે પૃથ્વી આદિ જીવોનું અસ્તિત્વ છે. એમાં જીવત્વ છે એની પુષ્ટિ માટે “શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યાયના બીજા ઉદેશકમાં દૃષ્ટાંતોના માધ્યમથી પૃથ્વીકાયિક આદિ જીવોની વેદનાનો બોધ કરાવ્યો છે. જેમ કે - ૧) જેમ કોઈ મનુષ્ય જન્મથી ઈદ્રય વિકલ છે, એનું છેદન ભેદન કરવાથી એને વેદના થાય છે. પરંતુ તે એને વ્યક્ત નથી કરી શકતો એ જ સ્થિતિ પૃથ્વીકાયિક જીવોની છે. તેઓ વેદના પ્રગટ કરવામાં અસમર્થ છે. ૨) જેમ કોઈ પુરૂષ કોઈ વ્યક્તિને મૂર્શિત કરે છે અને તેનો પ્રાણવધ કરે છે તેમાં મૂર્ણિત પુરૂષ જેવી અવ્યક્ત ચેતનાવાળા પૃથ્વીકાયિક જીવો અવ્યક્ત વેદનાનો અનુભવ કરે છે પરંતુ તેઓ ચેતનાશૂન્ય નથી. ૩) સ્વસ્થ મનુષ્ય જે ઇંદ્રિય સંપન્ન છે એના બત્રીશ અવયવોને એક સાથે છેદન ભેદન કરવા પર એ જેમ ચેતના હોવા છતાં વ્યક્ત કરી શકતો નથી એ જ સ્થિતિ પૃથ્વીકાયિક આદિ જીવોની છે. જેમ કોઈના પગ, ઘુંટણ, થાપા, હાથ વગેરે પર ઈજા થાય ને જેવું દુઃખ થાય એવું દુઃખ એમને થાય છે. આમ આ બધામાં જીવોના દુઃખ, વેદના વગેરે જાણીને મુનિ સ્વયં આ જીવોનો અપલાપ ન કરે તેમ તેની હિંસાદિ ન કરે. જે પૃથ્વીકાય આદિના જીવોનો અપલાપ (નિષેધ) કરે છે તે વાસ્તવમાં પોતાનો જ અપલાપ કરે છે. માટે છ જવનિકાયનું સ્વરૂપ જાણીને એને હણે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદે નહિ. એટલા માટે આ સૂત્રમાં ષજીવનિકાયનું સામાન્ય સ્વરૂપ અને જીવસિદ્ધિ બતાવી છે પરંતુ એના શાસ્ત્રીય ક્રમમાં ફરક છે. અહીં વાયુકાયનું સ્થાન છડું છે. જયારે જીવવિચાર રાસમાં છએ કાયનું નિરૂપણ ૧૧ થી ૬૬ ગાથા સુધી ક્રમપ્રાપ્ત છે. જેમાં છકાય જીવોનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ શરીર, અવગાહના, લેશ્યા, સંજ્ઞા, કષાય વગેરેનું નિરૂપણ પ૭ થી ૩૨૨ સુધીની ગાથામાં કરવામાં આવ્યું છે. તેમ જ સુખ પ્રાપ્તિ માટે આ જીવોની જીવદયા પાળવાનો ઉપદેશ પણ આપ્યો છે. તેમજ છેદન ભેદનથી એ જીવો ખૂબ દુઃખ પામે છે એ પણ દર્શાવ્યું છે. આમ શ્રી
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy