________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૫૩ આચારાંગ સૂત્રનો ભાવ પણ અહીં ઝળકે છે. આમ કેટલીક સમાનતા તો કેટલીક વિષમતા પણ છે.
| ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ સાથે તુલના જેન આગમગ્રંથમાં ‘મૂળ સૂત્ર’ તરીકે પ્રસિદ્ધ, સરળ, કથાત્મક, રોચક સંવાદ અને રસાળ રચના શૈલીને કારણે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ એક મહત્ત્વપૂર્ણ આગમાં મનાય છે. મુનિની જીવચર્યાના પ્રારંભમાં મૂળભૂત સહાયક બને છે. તથા આગમોના અધ્યયનની શરૂઆત એના પઠનથી થાય છે. માટે તેને મૂળ સૂત્ર કહેવાય છે. ભગવાન મહાવીરના તત્ત્વવાદના પ્રધાન અંગ ષજીવનિકાયનું સુંદર નિરૂપણ આ સૂત્રના ચરમાં અધ્યયનમાં થયું છે.
આ સૂત્રનું ૩૬મું છેલ્લું અધ્યયન ‘જીવાજીવ વિભત્તિ'માં સિદ્ધ અને સંસારી જીવનું પન્નવણાવત્ પણ સંક્ષિપ્ત શૈલીથી વર્ણન થયું છે. પણ વિશેષતા એટલી છે કે અહીં દરેકનું આયુષ્ય અને કાયસ્થિતિ બતાવી છે. જેમ પન્નવણાના પ્રથમ પદની જીવવિચાર રાસ સાથે તુલના છે તેમ અહીં પણ એવી જ તુલના થઈ શકે એમ છે. માટે એનું પુનરાવર્તન ન કરતાં જે વિશેષતા હોય તે જ અહીં બતાવી છે, જેમ કે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્થાવર જીવ ત્રણ પ્રકારના છે. પૃથ્વી – અપ - વનસ્પતિકાય તેમ જ તેઉકાય અને વાયુકાયને ત્રસકાયમાં લીધા છે. ત્યાં ત્રસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧) અગ્નિરૂપ ૨) વાયુરૂપ ૩) ઉદારરૂપ.
જો કે અગ્નિકાય તથા વાયુકાયને સ્થાવર નામ કર્મનો ઉદય છે તો પણ એનામાં સ્થાનથી સ્થાનાંતરરૂપ વ્યસન થાય છે. આથી આ ત્રસનની અપેક્ષાએ અગ્નિકાય અને વાયુકાયમાં ત્રપણું કહ્યું છે. ત્રપણું બે પ્રકારે હોય છે. ગતિની અપેક્ષાથી અને લબ્ધિની અપેક્ષાથી. તેઉકાય અને વાયુકાયમાં ત્રસપણું ગતિની અપેક્ષાથી કહેલ છે. જયારે ઉદાર જીવોને ગતિઅને લબ્ધિ બંનેની અપેક્ષાએ કહેલ છે. ઉદારમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગતિ ત્રસ વગર ઈચ્છાએ ગતિ કરવાની ક્રિયા. સ્થાવર જીવો અન્ય નિમિત્તથી કરે તે ગતિ ત્રસ.
જ્યારે શ્રાવક કવિ ઋષભદાસે તેઉ- વાયુ બંનેને સ્થાવરમાં જ લીધા છે, જે ગાથા નં. ૧૦ થી સ્પષ્ટ થાય છે. ૧૦ પાંચ ભેદ સ્થાવર કહિવાય, પ્રથવી પાણી તેઉ વાયુ વનસપતિ કહીઈ પાંચમી..
‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂક્ષ્મ બાદર જીવની પ્રરૂપણા કરતાં કહ્યું છે કે સૂક્ષ્મ સંજ્ઞક પૃથ્વી જીવ ભેદ રહિત છે. આ કારણે તે એક જ પ્રકારના કહેવામાં આવેલ છે. અર્થાત્ બાદરના શ્લષ્ણ, ખર વગેરે ભેદો છે તે સૂક્ષ્મમાં ન હોય. તેમ જ ચતુર્વિધ કાળા વિભાગ બતાવ્યા છે. બંને પ્રકારના (સૂક્ષ્મ અને બાદર) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે કેમ કે પ્રવાહરૂપથી એ સદા વિદ્યમાન રહે છે. ભવસ્થિતિ અને કાયસ્થિતિની