________________
૪૫૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અપેક્ષાએ સાદિ સાંત છે કેમ કે આ બંને પ્રકારની સ્થિતિ નિયત કાળવાળી હોય છે.
કાયસ્થિતિ - પૃથ્વીરૂપ જીવો પૃથ્વીરૂપ શરીરને ન છોડતાં અર્થાત્ મરી મરીને પણ પાછા પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થનાર જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. અર્થાત્ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ ઉત્સર્પિણી અવસર્પિણીકાળરૂપ છે. જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એમનો અંતરકાળ પણ બતાવ્યો છે. પૃથ્વીકાયના જીવોનો પોતાના શરીરને છોડવાનો અંતરકાળ અનંતકાળ છે. આ અનંતકાળ અસંખ્યાતપુદ્ગલ પરાવર્તનરૂપ છે. એ નિગોદની અપેક્ષાએ જાણવું જોઈએ. તથાજઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. પૃથ્વીકાય જીવ ઉત્કર્ષરૂપમાં આટલા કાળ સુધી પૃથ્વીકાયથી નીકળીને અન્ય અપકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથ્વીકાયથી નીકળીને અન્ય અપકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પૃથ્વી જીવ જો પૃથ્વીકાયનો પરિત્યાગ કરીને અન્ય કામમાં જન્મ લઈ લે તો પછીથી ત્યાંથી મરીને ફરીથી પૃથ્વીકાયમાં જન્મ તો તેનું વધારેમાં વધારે અંતર અનંતકાળનું અને ઓછામાં ઓછું અંતર એક અંતમુહૂર્તનું પડશે.
આમ ચતુર્વિધ કાળ વિભાગ બતાવ્યા છે જેમ કે સંતતિ - પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત, ભવસ્થિતિ - કાયસ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત, ભવસ્થિતિ - કાયસ્થિતિ રૂપે રહેવાનો કાળ અને અંતર પડવાની અપેક્ષાએ અંતરકાળ બતાવ્યો છે. જેમ પૃથ્વીકાયમાં છે એમ બીજા જીવોમાં આ પ્રમાણેનું વર્ણન છે.
શ્રાવક કવિ ઋષભદાસે જીવવિચાર રાસમાં સૂક્ષ્મકાયનું વર્ણન એક સાથે જ કર્યું છે જે તેના બીજા ભેદ ન હોવાની પ્રતીતિ કરાવે છે. તેમ જ ચતુર્વિધકાળ વિભાગમાંથી માત્ર ભવસ્થિતિ અને કાયસ્થિતિરૂપે રહેવાનો કાળ છે તે જ બતાવ્યો છે. બાકીના ત્રણ કાળનો કોઈ નિર્દેશ નથી. તેમ જ સ્થાવરને વિકસેંદ્રિયમાં જઘન્ય ભવસ્થિતિ કે કાયસ્થિતિ નથી બતાવી, માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ જ બતાવી છે. પછી પણ ક્યાંક જઘન્ય સ્થિતિ છે. ક્યાંક નથી. મનુષ્ય તિર્યંચમાં કાયસ્થિતિમાં સાત કે આઠ ભવનો ઉલ્લેખ છે જ્યારે ઉત્તરાધ્યયનમાં પૃથકત્વ પૂર્વકોડ અધિક ત્રણ પલ્યોપમ એમ બતાવ્યો. છે. દેવ - નારકીની દરેકની ભવસ્થિતિ અલગ અલગ બોલ ભેદ પ્રમાણે બતાવી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૬મું અધ્યયન ગાથા - ૪૯ થી ૧૭ એ ૧૯ ગાથામાં સિદ્ધનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં ૪૯-૫૦ એ બે ગાથામાં સિદ્ધના પ્રકાર બતાવવામાં આવ્યા છે. સિદ્ધ થયા પછી બધા જીવ સમાન સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. એમાં કોઈ ઉપાધિજનિત ભેદ નથી રહેતો તો પણ પૂર્વ અવસ્થાની દૃષ્ટિથી એમના ભેદ કરવામાં આવ્યા છે. જે નીચેની ગાથામાં છે. ४९) इत्थी पुरिस सिद्धा य तहेव य नपुंसगा |
સાત્નિને બન્નસિંગે શિર્લિને તહેવા II II. 90) 34ોસોફિUIIC Gફન્નIિT.