________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૫૫ उईढं अहे य तिरियं य समुद्दम्मि जलम्मि य || ५० ॥ ભાવાર્થ - આ ગાથાના ભાર્વ રૂપે ૧૪ ભેદ સિદ્ધના થાય જે નીચે મુજબ છે.
૧) સ્ત્રી સિદ્ધ, ૨) પુરૂષ સિદ્ધ, ૩) નપુંસક સિદ્ધ, ૪) સ્વલિંગ સિદ્ધ, ૫) અન્યલિંગ સિદ્ધ, ૬) ગૃહસ્થલિંગ સિદ્ધ, ૭) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ, ૮) જઘન્ય અવગાહનાવાળા સિદ્ધ, ૯) મધ્યમ અવગાહનાવાળા સિદ્ધ, ૧૦) (ઊંચી દિશા) ઊર્ધ્વલોકમાં થવાવાળા સિદ્ધ, ૧૧) અધોલોકમાં થવાવાળા સિદ્ધ, ૧૨) (તિરછી) - તિચ્છ લોકમાં થવાવાળા સિદ્ધ, ૧૩) સમુદ્રમાં થવાવાળા સિદ્ધ, ૧૪). નદી આદિમાં થવાવાળા સિદ્ધ
આ ચૌદ પ્રકારમાં પ્રથમના ત્રણ પ્રકાર લિંગની અપેક્ષાએ છે. એનું તાત્પર્ય છે કે સ્ત્રી, પુરૂષ અને નપુંસક ત્રણે સિદ્ધ થઈ શકે છે.
પછીના ત્રણ પ્રકાર વેશ પર આધારિત છે. એટલે કે જેન સાધુઓના વેશમાં અન્ય સાધુઓના વેશમાં અને ગૃહસ્થના વેશમાં પણ જીવ સિદ્ધ થઈ શકે છે. ત્યાર પછીના ત્રણ પ્રકાર શરીરની ઊંચાઈ એટલે કે અવગાહના પર આધાર રાખે છે એટલે કે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે. મધ્યમ ૭ હાથની, ૫૦૦ ધનુષથી ઓછી બે હાથથી વધુ અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે. જઘન્ય બે હાથની અવગાહનાવાળા સિદ્ધ થઈ શકે.
અંતિમના પાંચ પ્રકાર ક્ષેત્ર અપેક્ષાએ છે. સામાન્ય રીતે મધ્યલોકમાંથી જ સિદ્ધ થવાય છે. પરંતુ ક્યારેક કોઈક જીવ મેરૂ પર્વતની ચૂલિકા પરથી પણ સિદ્ધ થઈ શકે છે. મેરૂપર્વતનો ઉપરનો ભાગ ઉર્વીલોકમાં ગણાય છે માટે ઊર્ધ્વલોકમાંથી સિદ્ધ થયા. ગણાય.
અઘોલોક - અધોલોકના ક્ષેત્રની લંબાઈ સાત રજુથી કાંઈક અધિક ગણાય છે. સામાન્યતઃ ત્યાંથી પણ સિદ્ધગતિમાં ન જવાય. પરંતુ મહાવિદેહની બે વિજય મેરૂના રૂચક પ્રદેશોથી હજાર જોજન નીચે સુધી જાય છે. તિર્થ્યલોકની સીમા નવસો યોજના છે એનાથી આગળની સીમા અપોલોકની ગણાય છે. એટલે એ બે વિજયનું સો જોજનનું ક્ષેત્ર અધોલોકમાં ગણાય છે. ત્યાંથી જીવો સિદ્ધ થાય છે. એ બે વિજય કર્મભૂમિમાં જ ગણાય છે માટે ત્યાંથી જીવો સિદ્ધ થઈ શકે છે.
તિóલોક - તિથ્યલોકમાં મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ પ્રમાણે છે તિóલોક ૧૦૦૦ જોજનનો લાંબો છે. અને એમાં ૪૫ લાખ જોજન ક્ષેત્ર અઢી દ્વીપનું છે. જ્યાંથી કોઈ પણ જગ્યાએથી માનવ જીવ સિદ્ધ થઈ શકે છે. ૧૫ કર્મભૂમિમાંથી સૌથી વધારે માનવ જીવો સિદ્ધ થઈ શકે જયારે બાકીના ક્ષેત્રોમાંથી બહુ જૂજ.
સમુદ્ર-નદી - આદિ ક્ષેત્રમાંથી પણ માનવ જીવ સિદ્ધ થઈ શકે છે. આ પ્રરૂપણા ‘જીવવિચાર રાસ થી જુદી છે. નંદીસૂત્રમાં ૨૧ સૂત્રમાં (ત્યાં ૨૧ લખ્યું છે પણ ૨૦મું સૂત્ર છે.) સિદ્ધના પંદર