________________
૪૫૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદ બતાવ્યા છે. (૧) તીર્થ સિદ્ધ - અરિહંત દ્વારા તીર્થની સ્થાપના થયા પછી મુક્ત થવાવાળા
જીવો. (૨) અતીર્થ સિદ્ધ - તીર્થ - સ્થાપનાથી પૂર્વે મુક્ત થનાર જીવો. (૩) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર થઈને મુક્ત થવાવાળા જીવો. (૪) અતીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદવી પ્રાપ્ત કર્યા વગર સિદ્ધ થનાર જીવો. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - પોતાની રીતે કોઈપણ બાહ્ય નિમત્ત પામ્યા વગર દીક્ષા લઈને
મુક્ત થવાવાળા જીવો. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - કોઈક નિમિત્તથી દીક્ષિત થઈને મુક્ત થવાવાળા જીવો. (૭) બુદ્ધબોહી સિદ્ધ - ગુરૂના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષિત થઈ મુક્ત થવાવાળા. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રી લિંગે મુક્ત થનાર જીવો. (૯) પુરૂષલિંગ સિદ્ધ - પુરૂષ લિંગે મુક્ત થનાર જીવો. (૧૦) નપુંસક લિંગ સિદ્ધ - નપુંસક લિંગે મુક્ત થનાર જીવો. (૧૧) સ્વલિંગ સિદ્ધ - જેન મુનિઓના વેશમાં મુક્ત થનાર જીવો. (૧૨) અન્યલિંગ સિદ્ધ - અન્ય તાપસ વગેરે સાધુવેશમાં મુક્ત થનાર જીવો. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થના વેશમાં રહીને મુક્ત થનાર જીવો. (૧૪) એક સિદ્ધ - એક સમયમાં એક જીવ સિદ્ધ થાય તે. (૧૫) અનેક સિદ્ધ - ૧ સમયમાં અનેક જીવ સિદ્ધ થાય જ. ર, ઉત્કૃ. ૧૦૮ સિદ્ધ
થઈ શકે.
શ્રી પન્નવણા સૂત્રમાં પણ આ જ ક્રમ છે. જે તફાવત છે. તે પન્નવણાના વિભાગમાં દર્શાવ્યો છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર સાથે તુલના જેનાગમમાં ‘દશવૈકાલિક સૂત્ર’નો મહિમા અપરંપાર છે. આ સૂત્રના રચયિતા આચાર્ય શ્રી શ્યભવસૂરિ પ્રભુ મહાવીરના ચોથા પટ્ટધર હતા. એમણે દીક્ષિત થયેલા. પોતાના પુત્ર મનકનું છ મહિનાનું આયુષ્ય પોતાના જ્ઞાનથી જાણ્યું. એટલે એને વિશિષ્ટ આરાધના કરાવવા માટે વિભિન્ન પૂર્વોમાંથી “શ્રી દશવૈકાલિક સૂત્ર’નું નિર્મૂહણ કર્યું. જેના અધ્યયનથી મનકે સમ્યક્ આરાધના કરીને સમાધિપૂર્વક દેહ છોડ્યો. પછી એ સૂત્ર વિચ્છેદ કરવાને બદલે સંઘની વિનંતીથી મનક જેવા મુનિઓની આરાધનામાં નિમિત્ત બને એ માટે યથાવત્ રાખ્યું. આમાં સાધુ-સાધ્વીના આચાર અને ગોચરનું નિરૂપણ છે. ચાર અનુયોગમાંથી ચરણકરણાનુયોગ પ્રધાન સૂત્ર છે. આની રચના પહેલાં ‘શ્રી આચારાંગ સૂત્ર પ્રથમ ભણાતું, હવે આ પ્રથમ ભણાય છે. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગર દીક્ષા ન અપાતી પણ આની રચના પછી “છજીવણીયા’ અધ્યયનથી દીક્ષા અપાય છે. આ સૂત્ર પાંચમા આરાના છેડા સુધી ટકવાનું છે. એમાં