________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૫૭ છજજીવણીયા અધ્યયનમાં જીવવિચારનું નિરૂપણ છે. છજીવણીયા એટલે ષજીવનિકાય અથવા છ કાય.
શ્રામયનો આધાર છે આચાર. આચારનો ધર્મ છે અહિંસા. એટલે બધા જીવો. પ્રત્યે સંયમ. સંયમના સ્વરૂપને જાણવા માટે જીવ-અજીવનું જ્ઞાન આવશ્યક છે. પતનં ના તો કયા જ્ઞાનના વિકાસની સાથે સાથે અહિંસાનો વિકાસ થાય છે. સાધ્યના પહેલાં ચરણથી અહિંસાનો પ્રારંભ થાય છે અને સાધ્યની સિદ્ધના અંતિમ ચરણ પર એનો પૂર્ણ વિકાસ થાય છે. તેથી અહિંસાની સાધના માટે જીવ અને અજીવનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જે આ અધ્યયનમાં પ્રરૂપવામાં આવ્યું છે. આ અધ્યયનમાં છ કાયના જીવોનું વર્ણન છે એમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયુ, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવોનું સંક્ષિપ્ત વર્ણન છે. ૧) પૃથ્વીકાય - કઠિનતા સ્વભાવવાળી પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાયિક
કહે છે. તેમાં અનેક જીવો છે. તે સર્વની સતા પૃથક પૃથક છે. શસ્ત્ર પરિણત થયેલી પૃથ્વી અચિત્ત છે. બાકીની પૃથ્વી સચિત્ત છે. શસ્ત્ર પરિણતથી અચિત્ત થયેલી પૃથ્વી પર સાધુ આહાર-વિહાર આદિ ક્રિયા કરે તો તેના અહિંસા વ્રતના
પાલનમાં કંઈ પણ ક્ષતિ આવતી નથી. ૨) અપકાય - દ્રવત્વ સ્વભાવવાળું જળ જ જેનું શરીર છે તેને અપકાયિક કહે છે.
શેષ પૃથ્વીકાયવતું. તેઉકાય - ઉષ્ણતા સ્વભાવવાળું તેજ જ જેનું શરીર છે તે તેજસ્કાયિક છે. શેષ
પૃથ્વીકાયવત્. ૪) વાયુકાય - ચલન સ્વભાવવાળો વાયુ જ જેનું શરીર છે તે વાયુકાયિક છે. શેષ
પૃથ્વીકાયવતું.
વનસ્પતિકાય - લતા, વૃક્ષ, ગુલ્મ આદિ વનસ્પતિ જ જેનું શરીર છે તેને | વનસ્પતિકાય કહે છે.
વનસ્પતિકાયની છ મૂળ જાતિનો ઉલ્લેખ છે. ૧) અઝબીજવાળી - અગ્રભાગ જ જેનું બીજ છે જેની કલમ કરીને ઉગાડાય તે. ૨) મૂળબીજ - જેનું મૂળ જ બીજ હોય. તે વાવવાથી ઊગે. ૩) પર્વબીજ - જેના પર્વ - ગાંઠામાં બીજ હોય શેરડી વગેરે ૪) સ્કંધબીજ - જેના કંદજ બીજ હોય. ૫) બીજોત્પન્ન - જે બીજથી ઉત્પન્ન થાય ઘઉં ચોખા બાજરી વગેરે. ૬) સંમૂર્છાિમ તૃણ - વગેરે જે નિયત બીજ વગર માત્ર માટી અને પાણીથી ઉત્પન્ન થાય તે. ૬) જેને ઠંડી ગરમી આદિ દ્વારા ઉત્પન્ન થયેલી પીડાથી ત્રાસ થાય છે તે ત્રાસથથી બચવા હરવા ફરવાવાળી કાયા જેને પ્રાપ્ત થાય છે તેને ત્રસકાયિક કહે છે. ત્રસકાયમાં બેઈન્દ્રિયાદિ જીવોનું વર્ણન છે.
આમ છ કાય જીવોની પૃથફ સત્તા અને સચેન્નપણાનું વર્ણન છે પછી