________________
૪૫૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વનસ્પતિકાયનું વિશેષ વર્ણન છે અને ત્રસકાયમાં અંડજ, પોતજ આદિ આઠ ખાણનું વર્ણન છે તેમ જ બેઈન્દ્રિયાદિ જીવોનું સામાન્ય સ્વરૂપ આપ્યું છે. એ બધા જીવોને સાધુ મન-વચન-કાયાથી હણે નહિ, હણાવે નહિ, હણતાને રૂડું જાણે નહિ એવો. આદેશ આપવામાં આવ્યો છે.
આમ, આ અધ્યયનમાં છ કાય જીવોનું સામાન્ય સ્વરૂપ બતાવીને એની જતના કરવાનું - જીવદયા પાળવાનું ફરમાન કર્યું છે.
પૃથ્વીકાય આદિ જીવોને તે ભિક્ષુ કે ભિક્ષુણી જેમણે વિરક્ત થઈને સંયમના પચ્ચકખાણ લીધા છે તે દિવસે કે રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં કે જાગતાં તે જીવોને મન, વચન, કાયાથી કોઈ પણ રીતે હણે નહિ, હણાવે નહિ, હણતાને અનુમોદન આપે નહિ. પૃથ્વીકાય - સચેત પૃથ્વીકાય, માટી, શિલા, વગેરે પર હાથથી, પગથી, સળીથી,
આંગળી વગેરેથી રેખા ન દોરે, ઘસે વગેરે નહિ. અપકાય - કૂવા આદિના પાણીને સ્પર્શે નહિ, ભીના વસ્ત્રોને નીચોવે, ઝાટકે કે
તડકે સૂકવે નહિ. તેઉકાય - અંગારા વગેરેને પ્રજવલિત કરે નહિ, બુઝાવે નહિ. વાઉકાય - વાયુકાયના જીવોને - ચામરથી, પંખાથી, તાડપત્રના પંખાથી, કમળાદિના
પાંદડાંથી, વૃક્ષની શાખાથી, શાખાના ખંડથી, મયુર પીંછીથી, મયુરપંખથી, વસ્ત્રથી, વસ્ત્રના છેડાથી, હાથ, મુખ આદિથી ફૂકે, ટૂંકાવે
કે ફૂંકવાનું અનુમોદન ન કરે. વનસ્પતિ - બીજ વગેરે પર ઉઠ, બેસ શયનાદિ કરે નહિ. ત્રસકાય - બેઈન્દ્રિયાદિ જીવોની સમ્યફ પ્રકારે પ્રતિલેખન કરીને - પંજીને બાધા
રહિત એકાંત સ્થાનમાં યત્નાથી મૂકે. કેવી રીતે જીવોને ન હણવા એ
બતાવ્યું છે. છેદોપસ્થાપનીય ચારિત્ર આ અધ્યયનની પ્રતિજ્ઞા લઈને અંગીકાર કરાવવામાં આવે છે. જેને વડી દીક્ષા કહેવામાં આવે છે.
‘જીવવિચાર રાસ’માં છકાયના જીવોનું સામાન્ય સ્વરૂપ તેમજ તેના પર શરીરાદિ દ્વારોનું વિવરણ કરવામાં આવ્યું છે. અંડજ આદિ આઠ ખાણનું વર્ણન પણ છે તેમજ આ જીવો કેવી રીતે દુઃખ પામે છે અને તેમની જીવદયા પાળવી જોઈએ એનું પણ વર્ણન સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે. પણ આની જેમ પ્રતિજ્ઞાનો કોઈ ઉલ્લેખ નથી. તેમજ તેની સચિત્તતાને પૂરવાર કરવાપણું એટલે કે જીવસિદ્ધિ નો પણ નિર્દેશ નથી.