________________
૪૪૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
અસંજ્ઞી, સંમૂર્ચ્છિમ અને વેદનો ઉલ્લેખ છે.
નારકી - તિર્યંચ પછી માત્ર એક જ ૬૪ મી ગાથામાં નારકીના સાત ભેદ છે. એટલું જ દર્શાવ્યું છે. એના નામ વગેરે દર્શાવ્યા નથી પણ નારકીના વિવિધ બોલ ૨૧૧ થી ૨૮૯ મી ગાથા સુધી દર્શાવ્યા છે.
જ
મનુષ્ય - પન્નવણામાં મનુષ્યના ભેદ પ્રભેદ વિસ્તારથી છે. જ્યારે જીવવિચારમાં ૬૫ અને ૬૬ આ બે જ ગાથામાં ૧૦૧ ભેદ- ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપમાં જુગલિયાનો વાસ છે તે લખ્યું છે. સંમૂર્ચ્છિમ મનુષ્યનો ઉલ્લેખ નથી. જો કે મનુષ્યના વિવિધ બોલનું નિરૂપણ ૧૪૪ થી ૧૮૭ મી ગાથા સુધી થયું છે.
એમાં સંમૂર્ચ્છિમ મનુષ્યની પણ પ્રરૂપણા થઈ છે. પણ જુગલિયાના કોઈપણ બોલનું વર્ણન ત્યાં નથી.
આમ પન્નવણા સૂત્રમાં જીવોની પ્રજ્ઞાપના - જીવોના પ્રકારનું વર્ણન, સવિસ્તૃત ૧૬૫ થી ૫૫૦ માં પૃષ્ઠ સુધી થયું છે. જેનું અતિ સંક્ષિપ્ત વર્ણન કવિ ઋષભદાસે ૧૧ થી ૬૬ કુલ ૫૬ ગાથામાં કર્યું છે.
આ પ્રકારનુંજ વર્ણન શ્રી જીવાભિગમ સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયનમાં પણ છે. એમાં જે વિશિષ્ટતા છે તે નીચે મુજબ છે.
શ્રી જીવાભિગમ સૂત્ર સાથે તુલના
ત્રીજા અંગસૂત્ર ઠાણાંગના તૃતીય ઉપાંગ શ્રી જીવાભિગમમાં શ્રી ઠાણાંગ સૂત્રના કેટલાક ગહન વિષયોના ખુલાસા થયા છે. રાગરૂપ ઝેરને ઉતારવા માટે આ ઉપાંગ સર્વોત્તમ મંત્ર સમાન છે. દ્વેષરૂપ અગ્નિના દાહનું શમન કરવા માટે શીતળ જળ સમાન છે. એવા એ સૂત્રમાં શરૂઆતમાં અજીવની પ્રરૂપણા કર્યા પછી જીવોના પ્રકાર ઋદ્ધિ વગેરેનું વર્ણન છે. સિદ્ધ અને સંસારીમાં, સંસારીના ત્રસ અને સ્થાવર ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાં તેના ભેદ - પ્રભેદ - પ્રકારમાં જહા પન્નવણાએ એમ લખ્યું છે. તે પન્નવણાસૂત્રના અધિકારવત્ જાણી લેવું તેમાં વિશેષતાથી ૨૩ પ્રકારની ઋદ્ધિનું વર્ણન છે. તે આ પ્રમાણે ઃ ૧. શરીર ૫, ૨. અવગાહના, ૩. સંહનન- ૬, ૪. સંસ્થાન-૬, ૫. કષાય - ૪, ૬. સંજ્ઞા-૪, ૭. લેશ્યા-૬, ૮. ઈન્દ્રિય-૫, ૯. સમુદ્દઘાત૭, ૧૦. સંજ્ઞી-અસંજ્ઞી, ૧૧. વેદ-૩, ૧૨. પર્યાપ્તિ-અપર્યાપ્તિ, ૧૩. દ્દષ્ટિ-૩, ૧૪. દર્શન-૪, ૧૫. જ્ઞાન - ૫, અજ્ઞાન - ૩, ૧૬. યોગ - ૩, ૧૭. ઉપયોગ - ૨, ૧૮. આહાર, ૧૯. ઉત્પાત. ૨૦. સ્થિતિ, ૨૧. મરણ-ર, રર. ચ્યવન, ૨૩. ગતાગતિ.
જીવાભિગમ સૂત્રમાં પ્રથમ સુક્ષ્મકાયમાં ઉપરોક્ત ૨૩ ઋદ્ધિ દર્શાવી છે. પછી બાદરકાયમાં ઋદ્ધિ બતાવીને ૨૩ દ્વારોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
જ્યારે શ્રાવક કવિ ઋષભદાસે આ ૨૩ ઋદ્ધિમાંથી કેટલીક ઋદ્ધિનું વર્ણન નથી કર્યું તો કેટલીક બીજી ઉમેરી છે જે આ પ્રમાણે છે. ઈંદ્રિય, સમુદ્ઘાત, સંજ્ઞી - અસંજ્ઞી, યોગ, આહાર (એક માત્ર દેવમાં લીધો છે.) સમોહિયા - અસમોહિયા