________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૪૭ દર્શનાર્ય. વીતરાગ દર્શનાર્ય - વીતરાગીને વીતરાગ દર્શનાર્ય કહે છે. ચારિત્ર આર્ય - સરાગ ચારિત્ર આર્ય અને વીતરાગ ચારિત્ર આર્ય અથવા ચારિત્રા પાંચ પ્રકારના છે માટે પાંચ પ્રકારના ચારિત્ર આર્ય.
દેવ દેવના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ૧) ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભવનપતિના દેવો છે. ૨) વાણવ્યંતર - કિન્નર, જિંપુરૂષ આદિ આઠ છે. ૩) જયોતિષી - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના છે. ૪) વૈમાનિક - કલ્પોપપન્ન અને સ્પાતીત એમ બે પ્રકારના છે.
કલ્પોપપત્રમાં ૧૨ દેવલોક છે. અને કલ્પાતીતમાં નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ છે.
અહીં પંચેંદ્રિય જીવોની પ્રરૂપણા અને સંસાર સમાપન્ન જીવોની પ્રરૂપણા પૂરી થઈ. પ્રજ્ઞાપનાના પ્રથમ પદની સમાપ્તિ થઈ. જીવ પ્રજ્ઞાપના ૧૬૫ થી ૫૫૦ સુધીનો સાર અહીં ટૂંકમાં લખ્યો છે.
આમ પન્નવણા સૂત્રમાં પંચન્દ્રિયના અધિકારમાં પ્રથમ નારકીનું પછી તિર્યંચ પંચેન્દ્રિયનું, મનુષ્ય ને દેવનું ભેદ પ્રભેદ સહિત વર્ણન કર્યું છે. જ્યારે જીવવિચાર રાસમાં ૪૭મી ગાથાથી ૬૬ ગાથા સુધી પંચેન્દ્રિય જીવોનું વર્ણન છે. જેમાં પ્રથમ તિર્યંચના જીવો કેવી રીતે દુઃખ પ્રાપ્ત કરે છે, તેનું વર્ણન કર્યું છે. પછી તેના ચાર પ્રકાર - માનવ, નારકી, તિર્યંચ એ દેવ એમ બતાવીને પ્રથમ દેવગતિના ૯ ભેદ બતાવ્યા છે.
દેવગતિ - પન્નવણામાં દેવના મુખ્ય ચાર ભેદ અને તેના પ્રભેદ છે પણ ૯૯ ભેદનો નિર્દેશ નથી. તેમાં પરમાધામી, ત્રિજંગ, નવ લોકાંતિકનો ઉલ્લેખ નથી. જીવવિચાર રાસમાં ૫૧ થી ૨૭ મી ગાથા સુધી દેવના ભેદ આ પ્રમાણે બતાવ્યા છે.
વાણવ્યંતરના ૧૬ ભેદ, ભવનપતિના ૧૦ ભેદ, ૧૨ દેવલોકના, નવગ્રેવેચકના, ત્રણ કિલ્વિષીના, દશ જ્યોતિષીના, ત્રિજંભકાના દશ, પરમાધામીના પંદર, પાંચ અનુત્તર વિમાનના, નવ લોકાંતિક દેવના ભેદ વિશેષતા સહિત બતાવ્યા છે. આમ ૧૬ + ૧૦ + ૧૨ + ૯ + ૩ + ૧૦ + ૧૦ + ૧૫ + ૫ + ૯ = ૯૯ ભેદ થયા. ૧૩૨ થી. ૧૪૨ ગાથા સુધી દેવની ઋદ્ધિનું વર્ણન છે.
તિર્યંચ - ત્યાર પછી ગાથા ૫૮ થી ૬૩ સુધી તિર્યંચનું વર્ણન છે. પન્નવણા મુજબ જ ભેદ બતાવ્યા છે. પણ ત્યાં વિસ્તારથી પ્રકાર સહિત ભેદ પ્રભેદ છે. અહીં સંક્ષિપ્તમાં ભેદ પ્રભેદ બતાવ્યા છે એના વિવધ પ્રકારો નથી બતાવ્યા. કુલકોટિ નથી. બતાવી તેમ જ અપર્યાપ્તા પર્યાપ્તના ભાવ પણ નથી દર્શાવ્યા. ૧૮૮ થી ૨૧૦. ગાથામાં તિર્યંચના વિવિધ બોલનું વર્ણન છે, તે પન્નવણાના પેલા પદમાં નથી. માત્ર