________________
૫૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ઘુંટવાથી તૈયાર થતાં તેનો પુસ્તક સંશોધન માટે ઉપયોગ કરાય છે. અષ્ટગંધ-મંત્રાક્ષરો લખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં અગર, તગર, ગોરોચન, કસ્તૂરી, રક્તચંદન, ચંદન, સિંદૂર અને કેસર એ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. ચક્ષકઈમ – આનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે (૧) ચંદન (૨) કેસર (૩) અગર (૪) બરાસ (૫)કસ્તુરી (૬) મરચકંકોલ (૭) ગોરોચન (૮) હિગળોક (૯) રતંજણી (૧૦) સોનાના વરક અને (૧૧) અંબર આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવેલ વિધિથી તૈયાર થયેલ શાહી હીંગળોક, હરતાલ, સફેદા આદિને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી સૂકાવી દેવી પછી જયારે જરૂર પડે
ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. લિપ્યાસન – ખડિયો લિપ્યાસન એટલે લિપિને દૃશ્યરૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન સિધ્યાસનં મીમાનનમિત્વ' શાહીને ભરવાનું - રાખવાનું સાધન. છંદણ અને સાંકળ - છંદણ એટલે ખડિયાનું ઢાંકણ અને ખડિયાને લઈ - જવા - લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ માટે તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી.
હસ્તપ્રત સુરક્ષાના ઉપાયો : હવીયાગો - કંબીકા - તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપો - પાટીઓ રાખવામાં આવતી, તે કંબિકા છે. સૂત્રકારે બધાં ઉપકરણો રત્ન અને વજમય વર્ણવેલાં છે, સાદી દષ્ટિએ વિચારીએ તો એ ઉલ્લેખ તાડપત્રનાં પુસ્તકોને બરાબર બંધ બેસે એવા છે. તાડપત્ર વગેરેના પુસ્તકના રક્ષણ માટે ઉપર નીચે જે બે પાટીઓ રાખવામાં આવે છે તેનું નામ કંબિકા છે. (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) જો કે પૂ. સા. શ્રી મલયગિરિ સૂરિજી મ. એ ટીકામાં ‘ન્ડિઃ પૃષ્ઠઃ તિ માવ:' અર્થાત્ બે કંબિકા એટલે બે પૂઠાં અર્થાત્ પુસ્તકની બે પૂઠે એટલે કે ઉપર - નીચે મૂકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂઠાં એમ દ્વિવચનથી જણાવ્યું છે. એટલે એ ઠેકાણે કંબિકા શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર નીચે રખાતી પાટીઓ જ કરવો જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર પાનાં રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે. કંબીકાથી પાનાઓ વળે નહિ, ફાટે નહિ, હવાથી ઊડે નહિ અર્થાત્ સુરક્ષિત રહે છે. દોરો - તાડપત્રીય પુસ્તકો સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં વધારે પ્રમાણમાં હોઈ તેમ જ તેનાં પાનામાં કાગળની જેમ એક બીજા ને વળગી