________________
જીવવિચાર રાસ એક અધ્યયન
પપ થતો નથી.
(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાના પાનાઓને કાળા, જૂ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલા અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તે અક્ષરો ભીના હોય ત્યારે જ તેના ઉપર સોના ચાંદીની શાહીને પીંછી વડે પૂરવી સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચડાવેલ સોના રૂપાના ઘરેણાની માફક તેજવાળા દેખાશે. સોના રૂપાની સહીવાળાપત્રો વધારે ટકે છે. સુવર્ણાક્ષરીય લેખનકળા શ્રુતજ્ઞાનને શતાયુ કે સહસ્ત્રાયુ બક્ષનાર છે.
(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૧૭) હિંગળોક – કાચો હિંગળોક જે ગાંગડા જેવો હોય છે અને જેમાંથી વૈદ્યો પારો કાઢે છે તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવો પછી તેને ઠરવા. દઈ ઉપર જે પીળાશ પડતું પાણી હોય તેને બહાર કાઢી નાંખવું. પુનઃ તેમાં સાકરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્, બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જયાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. આ રીતે વીસ - પચીસ વખત કરવા પર શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળોક થાય છે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાખતા જવું એ વખતે એટલું ધ્યાનમાં રાખવું કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય. તે માટે વચ - વચ માં ખાતરી કરતાં રહેવું. એટલે કે એક પાના ઉપર તે હિંગળોકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગ્યામાં બેવડું વાળીને મૂકવું જો તે પાનું ન ચુંટે તો ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને નખથી ખોતરતાં સહજમાં ઊખડી જાય તો ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું સાકરનું પાણી એક બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ હીંગળોકનો ઉપયોગ લાલ શાહી રૂપે કરાય છે. હરિતાલ - દગડી અને વરગી બે પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક સંશોધનમાં વરગી હરિતાલ ઊપયોગી છે. આને ભાંગતા વચમાં સોનેરી વરકના જેવી પત્રીઓ દેખાય છે માટે તેને વાગી હરિતાલ એ નામથી ઓળખવામાં આવે
(કૃત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી અને તેને જાડા કપડામાં જેમાંથી ઘણી જ મહેનતે ચાળી શકાય તેવા કપડામાં ચાળવી ત્યાર પછી ખરલમાં નાખી ખૂબ લસોટવી પછી તેમાં ગુંદરનું પાણી નાખતા જવું અને ઘૂંટતા જવું ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય એ માટે વચ-વચમાં હિંગળોકની પેઠે ખાતરી કરતા રહેવું.
| (શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સફેદો – રંગવા માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ