________________
૫૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
જ એવા ગોઠવેલા હોય છે કે તેને આપણે ગોઠવાની જરૂર રહેતી નથી, તેમ જ એકાએક સડી કે તૂટી પણ જતા નથી. આ વાળને કબુતરના પીંછામાં પરોવવાનો વિધિ પ્રત્યક્ષ જોવાથી સહજમાં સમજી શકાય તેવો છે.
-
(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૫) જુબળ • કલમથી લીટીઓ આલેખતાં કલમ બૂઠી થઈ જાય, માટે લીટીઓ આલેખવા માટે આનો ઉપયોગ કરાતો. આ લોઢાનું હોય છે અને એનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે.
શાહી
જેનાથી અક્ષરો પાડવામાં આવે તે.
“જિતના કાજળ બોળ, તેથી દૂણા ગુંદ ઝબોળ, જો રસ ભાંગરાનો ભળે, અક્ષરે અક્ષરે દીવા બળે”
કાજળ
તાંબા અથવા કાંસાના દીવામાં તલનું તેલ લઈ દીવો પેટાવવામાં આવે તેને ચારે બાજુથી ઢાંકી દઈ ઉપરની બાજુએ કાંસાની થાળી ધરી મેશ (કાજળ) ભેગી કરવી. અંદાજે એક શેર જેટલું તેલ બળે ત્યારે એક તોલા જેટલી મેશ તૈયાર થાય. ૧૦૦ ગ્રામ મેશ દીઠ ૧૫૦ ગ્રામ હીરાબોળ અને ૨૫૦ ગ્રામ દેશી બાવળ કે લીમડાનો ગુંદર લેવો, કાજળને ગૌમૂત્રમાં કલવવી, હીરાબેળ અને ગુંદરને ૧૨૧૬ કલાક પાણીમાં પલાળીને નરમ બનાવવા. પછી ત્રણેને ત્રાંબા-લોઢા કે કાંસાની કડાઈમાં કપડાથી ગાળીને ભેળવવી. પછી એ મિશ્રણને ત્રાંબાની ખોળી ચડાવેલા લીમડાના કે અકીકના લાકડાના ઘૂંટાથી ૮૦ થી ૧૦૦ કલાક ઘૂંટવામાં આવે ત્યારે અસલ દેશી સાહી તૈયાર થાય. ઘૂંટાતા ઘૂંટાતા તેમાં પાણી સ્વયં શોષાઈ જાય ત્યારે તેને સુકાવી દેવી. એમાં જરૂર હોય ત્યારે પાણી નાંખી ભીંજાવીને ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. આ શાહી સેંકડો વર્ષ સુધી ટકે છે. જો ભાંગરાનો રસ મળે તો ઉપર્યુક્ત ત્રણ વસ્તુ નાંખતી વખતે જ નાંખવો જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે.
(શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૬) સોનેરી રૂપેરી શાહી સ્વચ્છ ગુંદરના પાણીને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચોપડતા જવું અને સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વરક (વરખ) લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો અને આંગળાથી તેને ઘૂંટવો. આ પ્રમાણે કરવાથી થોડી વારમાં જ તેનો ભૂકા થઈ જશે. તદનંતર પુનઃ પણ ગુંદર લગાડી વરક લગાડતા જવું અને ઘૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરીને નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢવું. આમ ત્રણ ચાર વાર કરવાથી જે સોના ચાંદીનો ભૂકો રહે એ જ આપણી તૈયાર શાહી. આમાં સાકરનું પાણી નાખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે અને સોના - ચાંદીના તેજનો હ્રાસ