________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૩
આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજી પણ કરાય છે. અત્યારે પં.પ્ર. અમૃસાગરજી આ.
આનું સ્થાન ડ્રેસિંગ કલોથે લીધું છે. (શ્રુત સાગર પદ પ્રદાન મહોત્સવ વિશેષાંક, મનોજ જૈન. પૃ. ૬૦) પુસ્તકો લખવા માટે તાડપત્ર અને કાગળનો જ બહોળો ઉપયોગ થયો છે. લખવા માટે વપરાતા સાધનો :
લેખનકળામાં બીજા નંબરે છે કલમ. લેખણ
કલમ - લેખણ - કલમ માટે અનેક પ્રકારના બરુ વપરાતાં અને વપરાય છે. જેમ કે તજિયાં બરુ, કાળા બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક પોલાં હોય છે માટે ‘તજિયા’ એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોય છે તથાપિ તેમાં એક ગુણ એ છે કે તેનાથી કેટલુંય લખીએ તો પણ તેની અણીમાં કૂચો પડતો નથી. એ અપેક્ષાએ કાળા બરુ બીજે નંબરે ગણાય, વાંસના બરુ પણ ઠીક ગણી શકાય. ૮ થી ૯ આંગળની લંબાઈ હોય. લખનારના હાથના વળાંક મુજબ એ કલમ પકડવાની ટેવ મુજબ તેની ઉપર સીધો કે વાંકો કાપો પાડવામાં આવે છે.
-
લેખિનીના ગુણ દોષ વિષયક નીચે પ્રમાણે દોહરો મળે છે.
‘માથે ગ્રંથી મત (મતિ) હરે, બીચ ગ્રંથી ધન ખાય ચાર તસુની લેખણે, લખનારો કટ જાય.’ (શ્રુત કલ્યાણ વિશેષાંક
એવા ભાવનો એક શ્લોક પણ છે.
૨૦૦૬ પૃ. ૬૫)
'आद्यग्रन्थिहरेदायुः मध्य ग्रन्थिहरेद् धनम् । अन्त्यग्रन्थिर्हरेत् सौरव्यं, निर्ग्रन्थिर्लेविनी शुभा ।।'
આ ઉપરાંત અક્ષર ઘૂંટવાના સાધનનું નામ ‘લલિત વિસ્તરા’માં આવે છે, જે વર્ણતિરક કહેવાયછે. તેનું ગુજરાતી નામ વતરણું છે વર્ણતિલક શબ્દ વર્ણ અને તિરક એમ બે શબ્દોનો બનેલો છે. એનો અર્થ તિલક કરવાના સાધન જેવું અક્ષર લખવાનું સાધન કે તિલક વૃક્ષના લાકડામાંથી બનેલું સાધન કે તીર જેવું સાધન એવો થાય છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૫) તાડપત્ર પર કલમને બદલે લોઢાના અણીદાર સળિયાનો ઉપયોગ કરાય છે.
પીંછી - આનો ઉપયોગ પુસ્તક શુદ્ધિ માટે કરાય છે. (રબરનું કામ કરે છે.) જેમ કે ૫ નો ૫, બ નો ૫, મ નો ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને તે નકામા ભાગ પર લગાડતાં જોઈતો અક્ષર બની જાય.
આપણા પુસ્તક શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળને કબુતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક થાય છે. કારણ કે આ વાળ કુદરતે