________________
જીવવિચાર રાસ એક અધ્યયન
પ૭ રહેવાનો ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી પડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પાઠનપઠનમાં વ્યાઘાત ન પડે, એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો. આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તકો માટે શરૂ શરૂમાં ચાલુ રહેવા છતા એના પાનાં પહોળા હોઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના ખસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી આજે લુપ્ત થઈ ગયેલો જણાય છે. પણ એ રિવાજની યાદગીરી રૂપે કાગળની ઘણી હસ્તપ્રતોમાં લહિયાઓ પાનાની વચમાં ) [ ] આવા અથવા ચિત્રવિચિત્ર આકારની કોરી જગ્યાઓ રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ ૨૦ મી સદીમાં જ આ રિવાજ ગણ તેમ જ લગભગ અદશ્ય થઈ ગયો છે એનું એક કારણ એ છે કે પાના છૂટાં રાખવાની પદ્ધતિ અને પાના છૂટાં રાખવાની એ પદ્ધતિ પણ એક પાનું હાથમાં રાખીને વાંચવાની સગવડને લીધે શરૂ થઈ હોય એમ લાગે છે.
| (સન્મતિ પ્રકરણ પૃ. ૩૮) ગ્રન્થિ - તાડપત્રના પાનામાં પરોવાતા દોરાની શરૂઆતમાં અને છેડે દોરો પરોવ્યા પછી તે નીકળી ન જાય તે માટે જે બે લખોટા કે તેના જેવું બીજું કાંઈ બાંધવામાં આવતું તેનું નામ સૂત્રકારે ગ્રંથિ આપ્યું છે. અત્યારે ઉપલબ્ધ થતાં તાડપત્રોમાં આ ગ્રંથિ મળી આવે છે. (સન્મતિ પ્રકરણ પૃ. ૩૮) આમ રાયપ્રશ્નીય સૂત્રમાં પુસ્તકના સર્વ સાધનોનો ઉલ્લેખ છે. તેનું અહીં સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. પુસ્તક રક્ષણ – હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં ગુંદર આવતો હોવાથી વર્ષાઋતુમાં તે ચોંટી જવાનો ભય રહે છે. માટે તે ઋતુમાં પુસ્તકોને હવા ન લાગે તેમ સુરક્ષિતા રાખવા જોઈએ આ જ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા) માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન વગર વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તક ભંડારોને ઉઘાડવામાં આવતા નથી.
કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલો હોય ને ચિપકવાનો ભય લાગતો હોય તો તેનાં પાનાઓ પર ગુલાલ છાંટી દેવો - ભભરાવવો એટલે ચોંટી જવાનો ભય અલ્પ થઈ જશે. એંટેલું પુસ્તક – અગર કોઈ પણ રીતે પુસ્તક ચોંટી ગયું હોય તો તે પુસ્તકને પાણીયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને ફૂંક મારી ધીરે ધીરે ઉખાડતા જવું જો વધારે ચોંટી ગયું હોય તો વધારે વાર હવામાં રાખવું પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજવો.