________________
૫૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત - જો તાડપત્રનું પુસ્તક ચોંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું જેમ જેમ પાનાં હવાવાળાં થતા જાય તેમ તેમ ઉખાડતા રહેવું. તાડપત્રીની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીનું કપડું લપેટવા છતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તેમ જ વર્ષમાં એકાદ વખત બધા પુસ્તકોનું પડિલેહણ કરી તાપમાં રાખવા, જેથી ભેજ વગેરે લાગ્યા હોય તે દૂર થઈ જાય. ઘોડાવજ - કપડાં પુસ્તકો વગેરેમાં જીવાત ન પડે તે માટે ઘોડાવજનું ચૂર્ણ પાતળા સુતરાઉ કપડામાં બાંધી નાની નાની પોટલીઓ બનાવીને પુસ્તકોની વચ્ચે રાખવી જેથી જીવાત પડે નહિ. એકાદ વર્ષે ઘોડાવજની અસર ઓછી થાય માટે વરસે બદલાવી નાખવી. તમાકુની પોટલી પણ રાખી શકાય. લહિયાઓ પણ ગ્રંથ સંરક્ષણ માટે એમના લખેલા પુસ્તકોનાં છેલ્લા પાને ખાસ એની નોંધ લખતા જે નીચે મુજબ છે.
___ अष्टदोषान्मतिविभ्रंमाद्वा, यदर्थहीनं लिखितं मयात्र।
तन्मार्जयित्वा परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ||१|| यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया। यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते||२|| जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात्। मुर्खहस्ते न दातव्या, एवं वर्दात
પુસ્તિel/I3II अग्ने रक्षेत् जलाद् रक्षेद, मूषकाच्च विशेषतः। कष्टेन लिखितं शास्त्रं, यत्नेन
રિપબિત Is|| भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन
રિપબિતUIII उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो विशेषतः। कष्टेन लिखितं शास्त्रं, यत्नेन
પરિપલિયેાધિ | बद्धमुष्टिकटिग्रीवा, मन्ददृष्टिरधोमुखम् । कष्टेन लक्ष्यते (लिख्यते) ग्रंथः यत्नेन
परिपालयेत्॥७॥ એ પદ્યોનો સાર આ પ્રમાણે છે. આ પુસ્તકને બહુ કષ્ટથી લખ્યું છે લખતાં લખતાં પીઠ, ડોક, કેડ વાંકા વળી ગયા છે; નજર વાંકી થઈ ગઈ છે, નીચું મોઢું રાખીને. લખ્યા જ કર્યું છે. માટે આવા મોંઘા પુસ્તકને પાણીથી, અગ્નિથી, હવાથી, ઉંદરથી, જલથી અને ચોરથી બચાવવું. ઢીલા બંધનમાં બાંધી એનો નાશ ન કરતાં યત્નથી રક્ષણ કરવું. અમે તો અભણ છીએ એટલે જેવું સામે પુસ્તક આવ્યું તેની તેવી જ નકલ કરી છે. ક્યાંય ભૂલ હોય તો પંડિતોએ કોપ ન કરતાં સુધારી લેવી.
| (સન્મતિ પ્રકરણ પૃ. ૪૩). અભણ મનાતા લહિયાએ આ શ્લોક લખ્યા હોય એ એક આશ્ચર્ય છે. આ કોઈ